MP ચૂંટણી 2018: પોલિંગ બૂથ પર ફરજ બજાવી રહેલા 3 અધિકારીઓના હાર્ટ એટેકથી મોત
મધ્ય પ્રદેશના ગુનાના મતદાન કેન્દ્રમાં ડ્યૂટી કરી રહેલા અધિકારીનું હાર્ટ એટેકથી મોત થયું. તેઓ ગુનાના બમૌરીના પરાંઠ ગામના મતદાન કેન્દ્ર પર ફરજ બજાવી રહ્યાં હતાં. ફરજ ઉપર જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનો જીવ જતો રહ્યો. મૃત અધિકારીનું નામ સોહનલાલ બાથમ હોવાનું કહેવાય છે. સોહનલાલ ઉપરાંત ઈન્દોર વિધાનસભા ક્રમાંક-5માં પણ એક કર્મચારીને હાર્ટ એટેક થયો હોવાનું જાણવા મળ્યું છે.
Trending Photos
ઈન્દોર: મધ્ય પ્રદેશના ગુનાના મતદાન કેન્દ્રમાં ડ્યૂટી કરી રહેલા અધિકારીનું હાર્ટ એટેકથી મોત થયું. તેઓ ગુનાના બમૌરીના પરાંઠ ગામના મતદાન કેન્દ્ર પર ફરજ બજાવી રહ્યાં હતાં. ફરજ ઉપર જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનો જીવ જતો રહ્યો. મૃત અધિકારીનું નામ સોહનલાલ બાથમ હોવાનું કહેવાય છે. સોહનલાલ ઉપરાંત ઈન્દોર વિધાનસભા ક્રમાંક-5માં પણ એક કર્મચારીને હાર્ટ એટેક થયો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ દીપિકા બાલ મંદિર નહેરુ નગરના પીઠાસીન અધિકારી કૈલાશ પટેલની ટ્યૂટી ઉત્કૃષ્ટ વિદ્યાલયના બૂથમાં હતી. જ્યારે તેઓ ડ્યૂટી કરી રહ્યાં હતાં ત્યારે જ તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને ત્યારબાદ હાર્ટ એટેક થયો હોવાનું માલુમ પડતા તેમને શહેરની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. આ સાથે જ ઈન્દોરથી જ વધુ એક અધિકારીનું પણ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
કટનીના ડીએસપી મનોજ વર્મા સસ્પેન્ડ
ઈન્દોરમાં અધિકારીના ખરાબ સ્વાસ્ત્ય અને ગુનામાં એક અધિકારીના મોત વચ્ચે કટની જિલ્લામાં ટ્રાન્સફર કરાયેલા ડીએસપી મનોજ વર્મા દ્વારા પદભાર ગ્રહણ ન કરવા પર તેમને મંગળવારે સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હેડક્વાર્ટરથી મંગળવારે જારી કરાયેલી એક વિજ્ઞપ્તિ મુજબ કટનીના ડીએસપી મનોજ વર્માની 24 નવેમ્બરના રોજ પોલીસ હેડક્વાર્ટર ભોપાલ ટ્રાન્સફર કરવામાં આવી હતી. પરંતુ મનોજ વર્મા દ્વારા આદેશની અવગણના થતા અને નિયત સમયે પદભાર ન ગ્રહણ કરતા તેને પગલે ડીજીપી ઋષિ કુમાર શુક્લાએ મધ્ય પ્રદેશ સિવિલ સેવા નિયમ 1966 મુજબ અનુશાસનહીનતા માટે વર્માને તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા છે.
અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશમાં આજે સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયુ છે. જે માટે તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં 230 બેઠકો માટે 2899 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 1,094 ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં કુલ 5.05 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 2,63,01,300 પુરુષ, 2,41,30,390 મહિલા, 1,389 ત્રીજી જાતિના અને 62,172 પોસ્ટલ મતદાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે