મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

કોંગ્રેસે અત્યાર સુધી કુલ 213 બેઠક પર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે કોંગ્રેસે તેમના સાળા સંજય સિંહને વારાસવની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે 

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. ચોથી યાદીમાં 29 ઉમેદવારોનાં નામની જાહેર કરી છે. આ અગાઉ 5 નવેમ્બરના રોજ ત્રીજી યાદી જાહેર કરી હતી. ત્રીજી યાદીમાં 13 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. 

આ અગાઉ બીજી લિસ્ટમાં 16 અને પ્રથમ લિસ્ટમાં 155 ઉમેદવારોનાં નામની જાહેરાત કરાઈ હતી. કુલ મળીને અત્યાર સુધી 213 બેઠકો પર ઉમેદવારોના નામનો નિર્ણય થઈ ચૂક્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં કુલ 230 બેઠકો છે. કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે તેમના સાળા સંજય સિંહને વારાસિવની બેઠક પરથી મેદાનમાં ઉતાર્યો છે.

Announcement of Congress candidates for the ensuing elections to the Legislative Assembly of Madhya Pradesh. @INCMP pic.twitter.com/4y08xm5JeL

— INC Sandesh (@INCSandesh) November 7, 2018

બીજી યાદીમાં પક્ષે નવા ચહેરા સિદ્ધાર્થ લાડા(36)ને શિવપુરી જિલ્લાની શિવપુરી વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. તેનો મુખ્ય મુકાબલો મધ્યપ્રદેશના મંત્રી અને પૂર્વ ગ્વાલિયર રાજઘરાણાના વંશજ યશોધરા રાજે સિંધિયા(ભાજપ) સાથે થશે. 

કોંગ્રેસે મહેન્દ્ર સિંહ ચૌહાણને રાજ્યના મંત્રી વિશ્વાસ સારંગ સામે ભોપાલની નરેલા બેઠક પરથી ટિકિટ આપી છે. મહેન્દ્ર વર્ષ 2013માં વિદાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે સિહોરની બુધની બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા અને મોટા અંતરે પરાજય થયો હતો. 

— MP Congress (@INCMP) November 6, 2018

કોંગ્રેસે રાજેન્દ્ર ભારતીને મધ્યપ્રદેશના જનસંપર્ક મંત્રી નરોત્તમ મિશ્રા સામે દતિયા જિલ્લાની બેઠક પરથી ઉતાર્યા છે. છેલ્લી ચૂંટણીમાં મિશ્રાએ તેમને હરાવી દીધા હતા. આ ઉપરાંત કોંગ્રેસે પોતાની બીજી યાદીમાં સબલગઢથી બૈજનાથ કુશવાહા, ગુના બેઠક પર ચંદ્ર પ્રકાશ આહિરવાર, સીધી બેઠક પર કમલેશ્વર પ્રસાદ દ્વિવેદી, દેવસરથી રામભજન સાકેત, આમલાથી મનોજ માલવી, બ્યાવરા બેઠક પરગોવર્ધન ડાંગી, અલીરાજપુર સીટ પર મુકેશ પટેલ અને પેટલાવદથી વેલસિંહ મેદાને ટિકિટ આપી છે. 

મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરના રોજ 230 વિધાનસભા બેઠક માટે મતદાન યોજાવાનું છે. આ બંને યાદીમાં મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ અને પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ નથી. એવું કહેવાય છે કે, જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસે પુનરાગમન કર્યું કે આ બંને મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news