રાજ્યસભામાં આજે રજુ થશે મોટર વ્હીકલ સંશોધન બિલ, ખુબ જ આકરી છે દંડની જોગવાઈઓ, છૂટશે પરસેવો

દેશમાં સતત વધતા જતા રોડ અકસ્માતને રોકવા માટે આજે રાજ્યસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલ 2019 રજુ કરવામાં આવશે. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી આજે રાજ્યસભામાં આ બિલ રજુ કરશે.

રાજ્યસભામાં આજે રજુ થશે મોટર વ્હીકલ સંશોધન બિલ, ખુબ જ આકરી છે દંડની જોગવાઈઓ, છૂટશે પરસેવો

નવી દિલ્હી: દેશમાં સતત વધતા જતા રોડ અકસ્માતને રોકવા માટે આજે રાજ્યસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલ 2019 રજુ કરવામાં આવશે. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી આજે રાજ્યસભામાં આ બિલ રજુ કરશે. બિલ પર  ચર્ચા બાદ સાંજે વોટિંગ થશે. લોકસભામાં આ બિલ પાસ થઈ ચૂક્યું છે. લોકસભામાં સરકારે આપેલા જવાબ મુજબ  રોડ દુર્ઘટનાઓ અનેક કારણોથી થાય છે. જેમાં ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, દારૂ પીને ગાડી ચલાવવી, રેડ લાઈટ ક્રોસ કરવી, ઓવર ટેકિંગ અને પૂરપાટ ઝડપે ગાડી ચલાવવી તથા રોડની ખરાબ સ્થિતિ મુખ્યત્વે સામેલ છે. 

અત્રે જણાવવાનું કે મોટર વ્હીકલ અમેડમેન્ટ એક્ટને 18 રાજ્યોના ટ્રાન્સપોર્ટ મંત્રીઓએ ભેગા મળીને તૈયાર કર્યો છે. આ બિલને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા પણ થઈ છે. નિતિન ગડકરીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે લોકોના જીવ બચે, આથી આ બિલ પસાર થઈ જાય. 

નવા મોટર વ્હીકલ બિલમાં ટ્રાફિકના નિયમોના ભંગ માટે દંડ વધારવાની જોગવાઈ કરાઈ છે. તથા કેટલીક સજાની પણ રજુઆત છે. મોટર વ્હીકલ સંશોધન બિલ પાસ થયું તો દારૂ પીને ગાડી ચલાવવા બદલ 10000નો દંડ થશે. હેલમેટ ન પહેરી કે સીટ બેલ્ટ ભૂલી ગયા તો 1000 રૂપિયાના દંડની જોગવાઈ છે. ડ્રાઈવિંગ દરમિયાન ફોન પર વાત કરવા બદલ 5000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ બિલ હેઠળ અલગ અલગ પ્રકારના દંડની નીચે પ્રમાણે જોગવાઈ કરાઈ છે. 

દારૂ પીને ગાડી ચલાવવા બદલ
અત્યારે                       બિલ પાસ થયું તો...
2000 રૂપિયા દંડ        10,000 રૂપિયા

હેલ્મેટ વગર ગાડી ચલાવવા  બદલ
અત્યારે                      બિલ પાસ થયું તો...
100 રૂપિયા દંડ         5,000 રૂપિયા

જુઓ LIVE TV

સીટ બેલ્ટ લગાવ્યાં વગર ગાડી ચલાવશો તો...
અત્યારે                       બિલ પાસ થયું તો...
100 રૂપિયા દંડ          1,000 રૂપિયા

ડ્રાઈવિંગ વખતે મોબાઈલ પર વાત કરવા બદલ
અત્યારે                       બિલ પાસ થયું તો...
1000 રૂપિયા દંડ        5,000 રૂપિયા

સગીર ડ્રાઈવિંગ કરતા પકડાય તો
જો કોઈ સગીર ઉંમરના છોકરા કે છોકરી ડ્રાઈવિંગ કરતા પકડાય તો આવા કેસમાં તેમના માતા પિતા કે પછી ગાડીના માલિક દોષિત ગણાશે. આવા સંજોગોમાં 25000 રૂપિયાનો દંડ અને સાથે 3 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news