બે વખત મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહ્યા હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા મોતીલાલ વોરા
કોંગ્રેસના મોટા નેતા મોતીલાલ વોરાનું નિધન થયુ છે. તેઓ 93 વર્ષના હતા. 2000થી 2018 સુધી એટલે કે 18 વર્ષ તેઓ પાર્ટીના કોષાધ્યક્ષ રહ્યા. કોંગ્રેસમાં તેઓ મુખ્યમંત્રીથી લઈ રાજ્યપાલ સહિત અનેક પદો પર રહી ચુક્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના મોટા નેતા મોતીલાલ વોરાનું નિધન થયુ છે. તેઓ 93 વર્ષના હતા. 2000થી 2018 સુધી એટલે કે 18 વર્ષ તેઓ પાર્ટીના કોષાધ્યક્ષ રહ્યા. કોંગ્રેસમાં તેઓ મુખ્યમંત્રીથી લઈ રાજ્યપાલ સહિત અનેક પદો પર રહી ચુક્યા છે. 13 માર્ચ 1985થી 13 ફેબ્રુઆરી 1988 સુધી અને 25 જાન્યુઆરી 1989થી 9 ડિસેમ્બર 1989 સુધી બે વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમણે 26 મે 1993થી 3 મે 1996 સુધી ઉત્તરપ્રદેશના રાજ્યપાલનું પદ સંભાળ્યું હતું.
આ મોટા પદ પણ રહ્યા સામેલ
1968મા પજ્ઞા સમાજવાદી પાર્ટીના સભ્ય રહેલા વોરા અખંડ મખ્યપ્રદેશની દુર્ગ મ્યુનિસિપલ કમિટીના સભ્ય બન્યા હતા. 1970મા તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા. 1972મા તેઓ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 1977 અને 1980મા ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. અર્જુન સિંહની કેબિનેટમાં પહેલા ઉચ્ચ શિક્ષણ વિભાગમાં રાજ્યમંત્રી બન્યા હતા વોરા. તેઓ 1983મા કેબિનેટ મંત્રી બન્યા હતા. 1981-84 દરમિયાન તેઓ મધ્યપ્રદેશમાં રોડ પરિવહન નિગમના ચેરમેન રહ્યાં હતા.
મોતીલાલ વોરાનો જન્મ 20 ડિસેમ્બર 1928ના રાજસ્થાનના નાગૌરમાં આવતા નિંબી જોધામાં થયો હતો. ત્યારબાદ તેમના પરિવારજનો રાજસ્થાનથી મધ્યપ્રદેશ આવી ગયા હતા. મોતીલાલ વોરાએ છત્તીસગઢના રાયપુર અને કોલકત્તામાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ પત્રકાર બની ગયા હતા.
પ્રથમ વખત કોર્પોરેટરની ચૂંટણી જીત્યા હતા મોતીલાલ વોરા
પત્રકાર રહેલા મોતીલાલ વોરા ધીમે-ધીમે રાજનીતિમાં સક્રિય થયા હતા. સૌથી પહેલા તેઓ પ્રજ્ઞા સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ 1968મા દુર્ગથી કોર્પોરેટરની ચૂંટણી લડી અને જીત્યા હતા. પછી 1972મા ચૂંટણી જીતી વિધાનસભા પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે