નશામાં હતો અભિજીત, બોલી રહ્યો હતો અપશબ્દ, માતાએ દુપટ્ટાથી દબાવ્યું ગળું, જાણો સંપૂર્ણ ઘટના
સોમવારે સવારે પુત્રની હત્યાના ગુનામાં માતાની ધકપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર અભિજીતની માતાએ તેના પુત્રની હત્યા કરી હોવાની કબુલાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી/ લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભાપતિ રમેશ યાદવના પુત્ર અભિજીત યાદવના મોત મામલે નવો વળાંક આવ્યો છે. લખનઉ પોલીસે હત્યાકાંડની તપાસ કરતા પહેલા અભિજીતની માતા મીરા યાદવની પૂછપરછ કરી હતી. ત્યારબાદ સોમવારે સવારે પુત્રની હત્યાના ગુનામાં માતાની ધકપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર અભિજીતની માતાએ તેના પુત્રની હત્યા કરી હોવાની કબુલાત કરી છે. પરિવારજનોએ અભિજીતની મોતનું કારણ કુદરતી બતાવ્યું હતું પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસને દોરી ગેરમાર્ગે
આ મામલા પર લખનઉ એસપી (પૂર્વ) એસ મિશ્રાએ જણાવ્યું હતું કે જ્યારે અભિજીતના મોતના સમાચાર પર પોલીસ તેમના ઘરે પહોંચી ત્યારે તેમના પરિવારે જણાવ્યું હતું કે અભિજીનું મોત કુદરતી રીતે થયું છે. આ સાથે પરિવારે આ મામલે તાપસ કરાવવા માંગતુ ન હતું. ત્યારબાદ પોલીસે શંકાના આધારે અભિજીતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ખુલાસો થયો કે તેનું મોત કુદરતી નથી પરંતુ હત્યા કરવામાં આવી છે.
લખનઉ એસપી (પૂર્વ) એસ મિશ્રાએ આપી જાણકારી (ફોટો સાભાર: ANI)
માતાએ કબુલ્યો ગુનો
લખનઉ એસપી (પૂર્વ)ના જણાવ્યા અનુસાર અભિજીત યાદવની માતા મીરા સાથે જ્યારે આ મામલે પૂછપરછ કરાવમાં આવી ત્યારે તેમણે સંપૂર્ણ ઘટના જણાવી હતી અને તેમને ગુનો કબુલ કર્યો હતો. એસ મિશ્રાએ જણાવ્યું કે અભિજીતની માતા મીરા યાદવે પોલીસને જણાવ્યું હતું કે 20 ઓક્ટોબરની રાત્રે અભિજીત યાદવ દારુના નશામાં ધૂત થઇને ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે તેમની સાથે દુરવ્યવહાર કર્યો હતો. તેને લઇ બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ મીરા યાદવે પુત્રનું ગળુ દબાવીને હત્યા કરી હતી. પોલીસે મીરા યાદવની ધરપકડ કરી લીધી છે અને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વાંચવા માટે ક્લિક કરો: #Me Too: કઠુઆ રેપ કાંડના એક્ટિવિસ્ટ પર વિદ્યાર્થીએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ
આ છે સંપૂર્ણ ઘટના
સુત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે શનિવાર મોડી રાત્રે (લગભગ 1-2 વાગે) અભિજીતની તેની માતા મીરા યાદવ સાથે બોલાચાલી થઇ હતી. અભિજીત હમેશા મીરા યાદવને ખરાબ શબ્દો બોલતો હતો. તે મીરા યાદવને તેના લક્ષણને લઇ સવાલો કરતો હતો. શનિવાર મોડી રાત્રે પણ અભિજીતે આ કર્યું હતું. જ્યારે અભિજીત નશામાં ધૂત ઘરે પહોચ્યો હતો ત્યારે બોલાચાલી બાદ મીરાએ ગુસ્સામાં તેને ધક્કો માર્યો હતો. જેના કારણે તેને માથામાં વાગ્યું હતું. પરંતુ અભિજીત ત્યાર પછી મિરાને અપશબ્દો બોલવા લાગ્યો હતો.
પોલીસે સોમવારે ઘરમાં કરી તપાસ (ફોટો સાભાર: ANI)
ત્યારે મીરાએ તેને ફરી તેને ધક્કો માર્યો હતો. જેના કારણે તેને માથામાં વાગ્યું અને તે બેભાન થઇ ગયો હચો. ત્યારબાદ મીરાએ તેના દુપટ્ટાથી અભીજીતનું ગળુ દબાવી હત્યા કરી હતી. આ હત્યાના પુરાવા હટાવવા માટે દુપટ્ટાને સળગાવી દીધો હતો. અભિજીતના ગળમાં પડેલા નિશાન હટાવવા માટે મીરાએ ક્રિમ લગાડી અને પોલીસને કુદરતી મોતની જાણકારી આપી હતી.
વાંચવા માટે ક્લિક કરો: SC/ST સંશોધન કાયદાની સામે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
ઘર પર મળ્યો હતો મૃતદેહ
તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભાપતિ રમેશ યાદવના પુત્ર અભિજીત યાદવ રવિવારે લખનઉ સ્થિત તેના સરકારી મકાનમાં શંકાસ્પદ સંજોગો મૃત હાલતમાં મળ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અભિજીત (22)નો મૃતદેહ રાજધાની હઝરતગંજ વિસ્તારમાં સ્થિત દારૂલશફામાં યાદવના સરકારી મકાનમાં મળ્યો હતો. પરિવારે તેના મોતના સમાચાર આપ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે તેમણે પીડિત પરિવાર માટે પણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે