કમલેશ તિવારીની હત્યાથી 6થી વધુ હિન્દુ નેતાઓ ગભરાયા, બોલ્યા-'અમને સુરક્ષા આપો'
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખનઉમાં 18 ઓક્ટોબરના રોજ હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની હત્યાએ અનેક ચર્ચિત અન્ય હિન્દુ નેતાઓને વિચલિત કરી દીધા છે. હવે તેઓ પોતાની સુરક્ષાને લઈને ઘણા ચિંતિત જોવા મળી રહ્યાં છે. આવા નેતાઓ ભાજપના મોટા નેતાઓનો સંપર્ક કરીને સુરક્ષાની ભલામણ કરવાની સાથે સાથે સીધા ગૃહ મંત્રી અમિત શાહથી લઈને રાજ્ય સરકારોને પત્રો લખી રહ્યાં છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેનારા અડધા ડઝનથી વધુ નેતાઓ સુરક્ષા માંગી ચૂક્યા છે. આ બાજુ એવા ય કેટલાક લોકો છે જેમને ધમકી નથી મળી કે સુરક્ષા પણ નથી માંગી છતાં તેમના સમર્થકો તેમની સુરક્ષા માટે ગુહાર લગાવી રહ્યાં છે.
સુરક્ષા માંગનારા નેતાઓમાં સૌથી ચર્ચિત નામ સાધ્વી પ્રાચીનું છે. ભાજપના અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને તેઓ સુરક્ષાની ગુહાર લગાવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી હરિદ્વાર સ્થિત તેમના આશ્રમની આજુબાજુ કેટલાક સંદિગ્ધ લોકો ટહેલતા જોવા મળ્યા છે. અનહોની થવાની આશંકા છે. સાધ્વી પ્રાચીએ સરહદ પારના આતંકી સંગઠનોના નિશાના પર પોતે હોવાની વાત કરી છે.
અખિલ ભારતીય હિન્દુ મહાસભના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ રાજીવ કુમારે પણ જીવનું જોખમ હોવાનું કહ્યું છે. આ જ રીતે ઉત્તર પ્રદેશ નવ નિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
જુઓ LIVE TV
જાનીએ દાવો કર્યો છે કે રવિવારે તેમના ઘર પર એક મહિલા સીલબંધ કવર સુરક્ષા ગાર્ડને આપી ગઈ જેમાં લખ્યું છે કે કમલેશ તિવારી બાદ હવે તમારો વારો છે. પત્ર મળ્યા બાદ અમિત જાનીએ તરત પોતાના ઘરે પોલીસને બોલાવી. તેમણે નોઈડા સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર પણ નોંધાવી છે. અમિત જાની એક સમયે બસપા ચીફ માયાવતીની મૂર્તિ તોડીને ચર્ચામાં આવ્યાં હતાં અને તેઓ છાશવારે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કર્યા કરે છે.
એક અન્ય હિન્દુ નેતા ઉપદેશ રાણાને પણ આંતરરાષ્ટ્રીય કોલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમના સમર્થકોએ મધ્ય પ્રદેશના માકડોન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. સોશિયલ મીડિયાથી લઈને દેશના વિવિધ ભાગોમાં હિન્દુ સંગઠનોના બોલાવવા પર તીખા ભાષણો માટે ચર્ચિત પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે પોતે તો સુરક્ષા નથી માંગી પરંતુ ટ્વીટર પર તેમના સમર્થકો સરકાર પાસે સુરક્ષાની માગણી કરી રહ્યા છે. સૂત્રો જણાવે છે કે આ ઉપરાંત પણ અનેક નેતાઓએ સુરક્ષા માટે ગુહાર લગાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે