સ્વિસ બેંકમાં બ્રિટનના લોકોના સૌથી વધારે પૈસા, ભારત 74મા સ્થાન પર !

 સ્વિસ બેંકમા નાણા જમા કરાવનારા દેશોની યાદીમાં ભારત વિશ્વમાં 74માં ક્રમ પર છે, જ્યારે બ્રિટને આ યાદીમાં પોતાનું પહેલુ સ્થાન યથાવત્ત રાખે છે. સ્વિત્ઝરલેન્ડ ખાતેની બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી આ માહિતી મળી છે. ગત્ત વર્ષે ભારત 15 પોઇન્ટની છલાંગ સાથે યાદીમાં 73મા સ્થાન પર હતા. સ્વિસ નેશનલ બેંક (એસએનબી) દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક બેંકિંગ આંકડાઓના નવીનતમ વિશ્લેષણ અનુસાર, જ્યારે વાત સ્વિસ બેંકોમાં ભારતીય અને ભારતીય ઉપક્રમો દ્વારા જમા કરાવાયેલ કુલ નાણાની આવે છે. તો તેના કારણે ગણુ પાછળ છે અને આ બેંકમાં વિદેશીઓ દ્વારા જમા કુલ નાણા માત્ર 0.07 ટકા છે. જ્યારે બીજી તરફ આ બેંકમાં નાણા જમા કરાવવાનાં મુદ્દે બ્રિટનનાં લોકો ટોપ પર છે અને 2018 ના અંત સુધીમાં આ બેંકમાં જમા કુલ 26 ટકા નાણા બ્રિટનનાં લોકોનું છે. 
સ્વિસ બેંકમાં બ્રિટનના લોકોના સૌથી વધારે પૈસા, ભારત 74મા સ્થાન પર !

નવી દિલ્હી :  સ્વિસ બેંકમા નાણા જમા કરાવનારા દેશોની યાદીમાં ભારત વિશ્વમાં 74માં ક્રમ પર છે, જ્યારે બ્રિટને આ યાદીમાં પોતાનું પહેલુ સ્થાન યથાવત્ત રાખે છે. સ્વિત્ઝરલેન્ડ ખાતેની બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી આ માહિતી મળી છે. ગત્ત વર્ષે ભારત 15 પોઇન્ટની છલાંગ સાથે યાદીમાં 73મા સ્થાન પર હતા. સ્વિસ નેશનલ બેંક (એસએનબી) દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક બેંકિંગ આંકડાઓના નવીનતમ વિશ્લેષણ અનુસાર, જ્યારે વાત સ્વિસ બેંકોમાં ભારતીય અને ભારતીય ઉપક્રમો દ્વારા જમા કરાવાયેલ કુલ નાણાની આવે છે. તો તેના કારણે ગણુ પાછળ છે અને આ બેંકમાં વિદેશીઓ દ્વારા જમા કુલ નાણા માત્ર 0.07 ટકા છે. જ્યારે બીજી તરફ આ બેંકમાં નાણા જમા કરાવવાનાં મુદ્દે બ્રિટનનાં લોકો ટોપ પર છે અને 2018 ના અંત સુધીમાં આ બેંકમાં જમા કુલ 26 ટકા નાણા બ્રિટનનાં લોકોનું છે. 

જય શ્રી રામ, વંદે માતરમના બહાને RSS પર વરસ્યા ઓવૈસી, કહ્યું હવે આ અટકવાનું નથી
સ્વિસ બેંકમાં નાણા જમા કરાનારાઓની રૈંકિંગમાં બીજા સ્થાન પર અમેરિકા, ત્રીજા સ્થાન પર વેસ્ટ ઇન્ડિઝ, ચોથા સ્થાન પર ફ્રાંસ તથા પાંચમા નંબર પર હોંગકોંગ છે. આ બેંકમાં જમા 50 ટકાથી વધારે નાણા આ જ પાંચેય દેશોનાં લોકોનાં છે. બેંકમાં જમા લગભગ બે તૃતિયાંશ નાણા યાદીમાં રહેલા ટોપનાં 10 દેશોનાં લોકોનું છે. ટોપ 10 દેશોના અન્ય દેશોમાં બહમાસ, જર્મની, લક્જબર્ગ, કાયમાન, આઇસલેન્ડ અને સિંગાપુરનો સમાવેશ થાય છે. 

બાલકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને બદલ્યું પ્લાનિંગ, આવુ હતું આયોજન
સ્વિસ બેંકમાં જમા લગભગ 75 ટકા નાણાની યાદીમાં રહેલા ટોપ 15 દેશોના લોકોનું છે, જ્યારે 90 ટકા નાણા ટોપ 30માં સમાવેશ દેશોનાં લોકોના છે. સ્વિસ બેંકમાં નાણા જમા કરાવવાનાં મુદ્દે બ્રિક્સ દેશોમાં ભારત સૌથી પાછળ છે, જ્યારે રશિયા સૌથી ઉપર(20મા સ્થાન પર), ચીન 22માં સ્થાન પર, દક્ષિણ આફ્રિકા 60માં સ્થાન પર તથા બ્રાઝીલ 65માં સ્થાન પર છે. 

અલવરના MPનું હેલિકોપ્ટર બેકાબુ બનીને ગોળ ગોળ ફરવા લાગ્યું, માંડ માંડ બચ્યા, જુઓ VIDEO
યાદીમાં રહેલા અન્ય દેશોમાં મોરેશિયસ (71), ન્યૂઝીલેન્ડ (59), ફિલિપાઇન્સ (54), વેનેજુએલા (53), સેશેલ્સ (52), થાઇલેન્ડ (39), કેનેડા (36), તુર્કી (30), ઇઝરાયેલ (28), સાઉદી અરબ (21), પનામા (18), જાપાન (16), ઇટાલી (15), ઓસ્ટ્રેલિયા (13), સંયુક્ત અરબ અમીરાત (12) તથા ગ્વેર્નસેનો સમાવેસ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news