Swiss national bank News

સ્વિસ બેંકમાં બ્રિટનના લોકોના સૌથી વધારે પૈસા, ભારત 74મા સ્થાન પર !
 સ્વિસ બેંકમા નાણા જમા કરાવનારા દેશોની યાદીમાં ભારત વિશ્વમાં 74માં ક્રમ પર છે, જ્યારે બ્રિટને આ યાદીમાં પોતાનું પહેલુ સ્થાન યથાવત્ત રાખે છે. સ્વિત્ઝરલેન્ડ ખાતેની બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી આ માહિતી મળી છે. ગત્ત વર્ષે ભારત 15 પોઇન્ટની છલાંગ સાથે યાદીમાં 73મા સ્થાન પર હતા. સ્વિસ નેશનલ બેંક (એસએનબી) દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક બેંકિંગ આંકડાઓના નવીનતમ વિશ્લેષણ અનુસાર, જ્યારે વાત સ્વિસ બેંકોમાં ભારતીય અને ભારતીય ઉપક્રમો દ્વારા જમા કરાવાયેલ કુલ નાણાની આવે છે. તો તેના કારણે ગણુ પાછળ છે અને આ બેંકમાં વિદેશીઓ દ્વારા જમા કુલ નાણા માત્ર 0.07 ટકા છે. જ્યારે બીજી તરફ આ બેંકમાં નાણા જમા કરાવવાનાં મુદ્દે બ્રિટનનાં લોકો ટોપ પર છે અને 2018 ના અંત સુધીમાં આ બેંકમાં જમા કુલ 26 ટકા નાણા બ્રિટનનાં લોકોનું છે. 
Jun 30,2019, 18:55 PM IST

Trending news