કૃષિ બિલના વિરોધ વચ્ચે મોદી સરકારે 6 રવિ પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો

મોદી સરકાર રાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ કરાવી ચુકી છે. તો હવે સૂત્રોનું કહેવું છે કે મોદી કેબિનેટે રવિ પાક માટે એમએસપી વધારવાને મંજૂરી આપી દીદી છે. 
 

 કૃષિ બિલના વિરોધ વચ્ચે મોદી સરકારે 6 રવિ પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો

નવી દિલ્હીઃ  કૃષિ બિલના વિરોધ વચ્ચે રવિ પાકના ટેકાના ભાવ (MSP)મા વધારાને મંજૂરી મળી ગઈ છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં નવી કિંમત જણાવી છે. ઘઉંમાં 50 રૂપિયાનો વધારો, ચણા- 225 રૂપિયાનો વધારો, મસૂર- 300 રૂપિયાનો વધારો, સરસવ- 225 રૂપિયાનો વધારો અને જવમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને કેસરમાં-112 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ ક્વિન્ટલ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. 

દેશમાં કિસાનો સાથે જોડાયેલા બે બિલો પર વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે સૂત્રોએ કહ્યું કે, કેન્દ્ર સરકારે રવિ પાક પર ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારવાનો નિર્ણય કર્યો છે. તો દેશમાં ઘણી જગ્યાએ એમએસપીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં કિસાન પ્રદર્શન કરી રહ્યાં છે. 

હકીકતમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા બે બિલોમાં એમએસપીને ફિક્ટ ન કરવાને લઈને કિસાનોની નારાજગી જોવા મળી રહી છે. પરંતુ પ્રધાનમંત્રી કહી ચુક્યા છે કે એમએસપીની વ્યવસ્થા જારી રહેશે. પાકની ખરીદી સરકાર કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news