સવર્ણ અનામત : 1000 ચોરસ ફુટથી નાનું ઘર હશે તો જ મળશે અનામતનો લાભ, જાણો 8 મહત્વની વાતો

સવર્ણ અનામત માટે કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર હવે આર્થિક રીતથી પછાત સવર્ણોને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. દેશના કરોડો લોકોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાભ મળશે.

સવર્ણ અનામત : 1000 ચોરસ ફુટથી નાનું ઘર હશે તો જ મળશે અનામતનો લાભ, જાણો 8 મહત્વની વાતો

નવી દિલ્હી: મોદી સરકારની કેબિનેટે સોમવારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર હવે આર્થિક રીતથી પછાત સવર્ણોને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. દેશના કરોડો લોકોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાભ મળશે. વાંચો આ નિર્ણયની 8 મુખ્ય વાતો...

1. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ગરીબ સવર્ણોને 10 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થિક રીતથી નબળા લોકો આરક્ષણ આપવામાં આવશે.

2. આરક્ષણનો ફોર્મ્યૂલા 50 ટકા + 10 ટકા હશે. સૂત્રોનું કહેવું છે કે લોકસભામાં મંગળવારે મોદી સરકાર આર્થિક રીતથી પછાત સવર્ણોને આરક્ષણ આપવા બિલ રજૂ કરી શકે છે.

3. કેન્દ્રીય સમાજિક ન્યાય રાજ્ય મંત્રી વિજય સાંપલાના અનુસાર જે લોકોની વર્ષની આવક 8 લાખથી ઓછી હશે તેમને આરક્ષણનો લાભ મળશે.

4. જે સવર્ણોની પાસે ખેતી માટે 5 હેક્ટરથી ઓછી જમીન સંપત્તિ હશે તેમને આરક્ષણનો લાભ મળશે.

5. આ આરક્ષણનો લાભ તે સવર્ણ મેળવી શકશે જેમની પાસે નિવાસી જમીન 1000 ચોરસ ફુટથી ઓછી હશે.

6. જે સવર્ણોની પાસે સૂચિત મ્યુનિસિપલ વિસ્તારમાં 100 યાર્ડ કરતા ઓછી જમીન છે તેમને આ આરક્ષણનો લાભ મળશે. 

7. આ ઉપરાંત જે સવર્ણોની પાસે બિન-સૂચિત મ્યુનિસિપલ વિસ્તારમાં 200 યાર્ડથી ઓછી જમીન છે તેમને આ આરક્ષણનો લાભ મળી શકશે.

8. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે સરકાર બંધારણમાં સુધારો કરવા માટે બિલ પસાર કરી શકે છે. તેના માટે બંધારણની કલમ 15 અને 16 માં સુધારણા કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news