દીપિકા ફિલ્મી પડદે બનશે આ મહિલા ! કોણ છે? જાણવા કરો ક્લિક...
વર્ષ 2018 રણવીર સિંહ માટે ખાસ રહ્યું
Trending Photos
મુંબઈ : વર્ષ 2018 રણવીર સિંહ માટે ખાસ રહ્યું. દીપિકા પાદુકોણ સાથે છ વર્ષના રિલેશન બાદ તેની સાથે લગ્ન કર્યા આ ઉપરાંત પદ્માવત અને સિમ્બા જેવી હિટ ફિલ્મ પણ આપી.આ વર્ષે પણ રણવીર સિંહના નવા પ્રોજેક્ટમાં પોતાના ફેન્સ માટે એક ખાસ સરપ્રાઇઝ છે. બોલિવૂડના એક રિપોર્ટ પ્રમાણે દીપિકા પાદુકોણ લગ્ન બાદ પહેલીવાર રણવીરની ઓનસ્ક્રીન પત્નીનો રોલ ભજવતી જોવા મળશે.
રણવીર સિંહ ટૂંક સમયમાં જ ફિલ્મ 83નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં તે ભારતીય પૂર્વ ક્રિકેટર કપિલ દેવના રોલમાં જોવા મળશે. ફિલ્મ મેકર્સે આ ફિલ્મમાં કપિલ દેવની પત્નીના રોલ માટે દીપિકા પાદુકોણને અપ્રોચ કરી છે. રણવીર પોતાની અપકમિંગ ફિલ્મ ગલી બોયને લઇને બિઝી છે. આ મહિનાનાં અંતમાં રણવીર ફિલ્મ 83નું શૂટિંગ પણ શરૂ કરશે. તો બીજી તરફ દીપિકા પાદુકોણે પણ મેઘના ગુલઝારની ફિલ્મ છપાક સાઇન કરી છે.
હાલમાં રણવીરે ડીએનએ ન્યૂઝપેપરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તે અને દીપિકા 2019માં કોઈ ફિલ્મમાં સાથે નહીં જોવા મળે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ''હાલમાં હું અને મારી પત્ની કોઈ ફિલ્મમાં સાથે કામ નથી કરી રહ્યા. હું આશા રાખું છું કે કોઈ ફિલ્મમેકર અમને સાથે ચમકાવવા કોઈ સારો પ્રોજેક્ટ જણાવશે. હું દીપિકા સાથે કામ કરવા માટે તલપાપડ છું. દીપિકા હાલની શ્રેષ્ઠ હિરોઇનોમાંથી એક છે. મને લાગે છે કે હજી તેની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ જ નથી થયો. અમારા વચ્ચે ખાસ કેમિસ્ટ્રી છે. હું તેને બહુ પ્રેમ કરું છું જે પડદા પર દેખાય છે. જોકે દીપિકા બહુ સમજી વિચારીને સ્ક્રિપ્ટ પસંદ કરે છે.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે