એક્શનમાં મોદી સરકાર...મોદી કેબિનેટનો પ્રથમ મોટો નિર્ણય, શહીદોના બાળકોને આપી ખાસ ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળની પહેલી જ બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. શહીદોના બાળકો માટે સરકારે મોટી ભેટ આપતા તેમના માટે અપાતી સ્કોલરશિપની રકમમાં વધારો કર્યો છે. શહીદોના બાળકોને દર મહિને હવે મળતી સ્કોલરશીપમાં વધારો થયો છે જે મુજબ શહીદોના દીકરાઓને દર મહિને 2000 રૂપિયા સ્કોલરશીપ મળતી હતી જેમાં 500 રૂપિયાનો વધારો થતા હવે 2500 રૂપિયા મળશે. જ્યારે શહીદોની દીકરીઓને 2250 રૂપિયા સ્કોલરશીપ મળતી હતી જે હવે દર મહિને 3000 રૂપિયા મળશે.
Trending Photos
નવી દિલ્હી:સતત બીજીવાર વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં સૌથી પહેલો નિર્ણય શહીદોના બાળકો માટે અપાનારી સ્કોલરશીપ વધારવાનો કર્યો. મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક આજે યોજાઈ છે. જેમાં નેશનલ ડિફેન્સ ફંડ હેઠળ પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કોલરશીપ સ્કીમમાં મોટા ફેરફારની મંજૂરી અપાઈ છે. હવે શહીદોના દીકરાઓને દર મહિને 2000 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. જ્યારે દીકરીઓને 2250 રૂપિયાની જગ્યાએ પ્રતિ માસ 3000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. એટલું જ નહીં આ સ્કોલરશિપ સ્કીમનો દાયરો વધારીને હવે તેમા રાજ્ય પોલીસને પણ સામેલ કરાઈ છે. આતંકી કે નક્સલી હુમલામાં શહીદ થયેલા રાજ્ય પોલીસના જવાનો/ઓફિસરોના બાળકોને પણ હવે સ્કોલરશિપ મળશે.
Our Government’s first decision dedicated to those who protect India!
Major changes approved in PM’s Scholarship Scheme under the National Defence Fund including enhanced scholarships for wards of police personnel martyred in terror or Maoist attacks. https://t.co/Vm90BD77hm pic.twitter.com/iXhFNlBCIc
— Narendra Modi (@narendramodi) May 31, 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગેની જાણકારી ટ્વિટ કરીને આપી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે અમારી સરકારનો પહેલો નિર્ણય ભારતની રક્ષા કરનારાઓને સમર્પિત છે. આ નિર્ણયમાં રાષ્ટ્રીય રક્ષા કોષ હેઠલ વડાપ્રધાન શિષ્યવૃત્તિ યોજનામાં ફેરફાર કરતા પીએમ મોદીએ આતંકીઓ, માઓવાદીઓના હુમલામાં શહીદ થતા જવાનોના બાળકોની શિષ્યવૃત્તિ વધારવાનો નિર્ણય લીધો છે.
જુઓ LIVE TV
વડાપ્રધાન સ્કોલરશિપનો દાયરો વધારવામાં આવ્યો છે. જે મુજબ હવે આ સ્કીમનો લાભ સેના અને અર્ધસૈનિક દળો ઉપરાંત રાજ્ય પોલીસના જવાનોના બાળકોને પણ મળશે. આ કોટાનો લાભ એક વર્ષમાં 500ને મળશે. વડાપ્રધાન સ્કોલરશિપ સ્કીમ લાભ રાજ્ય પોલીસના તે જવાનોના બાળકોને પણ મળશે જેમણે ડ્યૂટી દરમિયાન કે નક્સલી હુમલામાં પોતાના જીવ ગુમાવ્યાં છે.
નેશનલ ડિફેન્સ ફંડની સ્થાપના 1962માં કરવામાં આવી હતી. હાલ આ ફંડનો ઉપયોગ સશસ્ત્ર દળો, અર્ધસૈનિક દળો અને આરપીએફના સભ્યો ઉપરાંત તેમના આશ્રિતોના કલ્યાણ માટે થાય છે. તે હેઠળ અપાતી પીએમ સ્કોલરશિપનો ઉદ્દેશ્ય શહીદોની વિધવા અને તેમના બાળકોને ટેક્નિકલ તથા પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પ્રોત્સાહિત કરવાનો છે.
Delhi: At the Prime Minister’s Office in South Block, PM Narendra Modi pays tributes to Mahatma Gandhi and Sardar Patel. pic.twitter.com/kYpG8OM1mR
— ANI (@ANI) May 31, 2019
આ અગાઉ વડાપ્રધાન મોદી કેબિનેટ બેઠક માટે પોતાના કાર્યાલય પહોંચ્યાં. અહીં તેમણે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની મૂર્તિને પુષ્પ ચઢાવ્યાં. આ ઉપરાંત તેમના મંત્રીમંડળના તમામ સાથી સભ્યો પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચી ચૂક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ ગઈ છે. વડાપ્રધાન ઉપરાંત તેમના મંત્રીમંડળમાં 57 સાથીઓ છે. જેમાં 24 કેબિનેટ મંત્રી, 9 રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર, 24 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. વિભાગોની ફાળવણી થઈ ગયા બાદ આજે સાંજે મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ રહી છે. જેમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે