મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક પૂરી, કેન્દ્રના શરૂના 100 દિવસના એજન્ડા પર ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ ગઈ છે. વડાપ્રધાન ઉપરાંત તેમના મંત્રીમંડળમાં 57 સાથીઓ છે. જેમાં 24 કેબિનેટ મંત્રી, 9 રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર, 24 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે.

મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક પૂરી, કેન્દ્રના શરૂના 100 દિવસના એજન્ડા પર ચર્ચા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ ગઈ છે. વડાપ્રધાન ઉપરાંત તેમના મંત્રીમંડળમાં 57 સાથીઓ છે. જેમાં 24 કેબિનેટ મંત્રી, 9 રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર, 24 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. વિભાગોની ફાળવણી થઈ ગયા બાદ આજે સાંજે મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ. બેઠકમાં અન્ય મંત્રીઓ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ પહોંચ્યાં. નવી સરકારના પ્રથમ 100 દિવસના એજન્ડા પર ચર્ચા થઈ. 

— ANI (@ANI) May 31, 2019

પહેલી જ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
સતત બીજીવાર વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં સૌથી પહેલો નિર્ણય શહીદોના બાળકો માટે અપાનારી સ્કોલરશીપ વધારવાનો કર્યો. મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક આજે યોજાઈ છે. જેમાં નેશનલ ડિફેન્સ ફંડ હેઠળ પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કોલરશીપ સ્કીમમાં મોટા ફેરફારની મંજૂરી અપાઈ છે. હવે શહીદોના દીકરાઓને દર મહિને 2000 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. જ્યારે દીકરીઓને 2250 રૂપિયાની જગ્યાએ પ્રતિ માસ 3000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. એટલું જ નહીં આ સ્કોલરશિપ સ્કીમનો દાયરો વધારીને હવે તેમા રાજ્ય પોલીસને પણ સામેલ કરાઈ છે. આતંકી કે નક્સલી હુમલામાં શહીદ થયેલા રાજ્ય પોલીસના જવાનો/ઓફિસરોના બાળકોને પણ હવે સ્કોલરશિપ મળશે. 

— ANI (@ANI) May 31, 2019

કહેવાય છે કે સરકારની આ બેઠકમાં પોતાના બીજા કાર્યકાળના પહેલા 100 દિવસનો એજન્ડા નક્કી થઈ શકે છે. જેમાં સરકાર અર્થવ્યવસ્થાને લઈને કેટલાક કડક નિર્ણયો લઈ શકે છે. કેટલીક સરકારી કંપનીઓનું ખાનગીકરણ થઈ શકે છે. જેમાં સૌથી મોટું નામ ખોટમાં જઈ રહેલી એર ઈન્ડિયાનું છે. 

જુઓ LIVE TV

આ ઉપરાંત ખેડૂતો માટે ચાલી રહેલી યોજનાઓને દેશમાં વધુ ઝડપથી લાગુ કરવાનો વિચાર થઈ શકે છે. મોદી સરકારમાં કેટલાક મંત્રીઓના ખાતા બદલવામાં આવ્યાં છે. જેમાં સૌથી પ્રમુખ કૃષિ મંત્રાલય છે. ગત સરકારમાં કૃષિ મંત્રાલય સંભાળનારા રાધામોહનને આ વખતે તક મળી નથી. આ વખતે મધ્ય પ્રદશના મુરૈનાથી સાંસદ નરેન્દ્રસિંહ તોમરને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યાં છે. 

નાણા મંત્રાલયની જવાબદારી અત્યાર સુધી રક્ષા મંત્રાલયનો ભાર સંભાળી રહેલા નિર્મલા સીતારમનને સોંપવામાં આવી છે. રાજનાથ સિંહને રક્ષામંત્રી બનાવવામાં આવ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news