મોદી કેબિનેટે દેશભરમાં PM Wi-Fiને આપી મંજૂરી, 1 કરોડ ડેટા સેન્ટર ખુલશે
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે લક્ષદ્વીપના દ્વીપોમાં પણ ફાઇબર કનેક્ટિવિટીને જોડવામાં આવશે. કોચ્ચિથી લક્ષદ્વીપના 11 દ્વીપોમાં 1000 દિવસમાં કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: કૃષિ કાયદા પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક થઇ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ બેઠક યોજાઇ. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ અને સંતોષ ગંગવારે કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના અનુસાર સરકાર દેશમાં 1 કરોડ ડેટા સેન્ટર ખોલશે. આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી વાઇફાઇ એક્સેસ ઇન્ટરફેસ નામ આપ્યું છે, જેના દ્રારા દેશમાં વાઇ-ફાઇ ક્રાંતિ લાવવામાં આવશે.
તેના હેઠળ સરકાર પબ્લિક ડેટા ઓફિસ (PDO) ખોલશે, તેના માટે કોઇ લાઇસન્સની જરૂર નહી પડે. કોઇપણ ઉપલબ્ધ દુકાનને ડેટા ઓફિસમાં બદલી શકાશે. સરકાર દ્વારા ડેટા ઓફિસ, ડેટા એગ્રિગેટર, એપ સિસ્ટમ માટે 7 દિવસમાં સેન્ટર ખોલવાની પરવાનગી આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે લક્ષદ્વીપના દ્વીપોમાં પણ ફાઇબર કનેક્ટિવિટીને જોડવામાં આવશે. કોચ્ચિથી લક્ષદ્વીપના 11 દ્વીપોમાં 1000 દિવસમાં કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશે.
આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને મંજૂરી
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે પત્રકાર પરિષદમાં જાણકારી આપી કે દેશમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લાગૂ કરવામાં આવશે. જેના હેઠળ કુલ 2020-30 સુધી 22 હજર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ પ્રોજેક્ટ હેઠળ લગભગ 58.8 લાખ કર્મકહરીઓને ફાયદો મળશે. માર્ચ 2020થી આગામી વર્ષ સુધી જે લોકો નોકરી પર લાગેલા છે, તેમના EPF અંશદાન સરકાર તરફથી આપવામાં આવશે. જે કંપનીમાં 1000થી વધુ કર્મચારી છે તેમના 24 ટકા EPF અંશદાન સરકાર આપશે.
સંતોષ ગંગવારના અનુસાર જ્યારે મોદી સરકાર સત્તામાં આવી હતી ત્યારે ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં 6 કરોડ રોજગાર હતા. જે હવે વધીને 10 કરોડ રોજગાર મળી ચૂક્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે અરૂણાચલ પ્રદેશ, અસમના બે જિલ્લામાં USOF યોજનાને મંજૂરી આપી છે. કેબિનેટ બ્રીફિંગ દરમિયાન જ્યારે મંત્રીઓ સાથે ખેડૂતો આંદોલન અને કૃષિ કાયદામાં ફેરફારની વાત કરવામાં આવી તો જવાબ મળ્યો કે સરકાર ખેડૂતો સાથે વાત કરી સમાધાન કાઢી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે