બેંગ્લુરુમાં પણ થવાનો હતો બીકરુકાંડ? 800 જેટલા લોકોએ કર્યો હતો પોલીસકર્મીઓ પર હુમલો

બેંગ્લુરુ તોફાનો પર કર્ણાટક સરકારે હિંસાને સુનિયોજિત કાવતરું ગણાવતા આરોપીઓ પાસેથી જ નુકસાનની ભરપાઈ કરાવવાનુ નક્કી કર્યું કર્યું છે. પોલીસે પોતાની એફઆઈઆરમાં જણાવ્યું છે કે લગભગ 800 લોકો ઘાતક હથિયારો સાથે પહોંચ્યાં અને પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો. અત્રે જણાવવાનું કે સોમવારે થયેલી હિંસામાં શહેરના પુલાકેશીનગર વિસ્તારને ભડકે બાળવામાં આવ્યો હતો. 2 પોલીસ સ્ટેશનમાં આગચંપી થઈ હતી.

બેંગ્લુરુમાં પણ થવાનો હતો બીકરુકાંડ? 800 જેટલા લોકોએ કર્યો હતો પોલીસકર્મીઓ પર હુમલો

નવી દિલ્હી: બેંગ્લુરુ તોફાનો પર કર્ણાટક સરકારે હિંસાને સુનિયોજિત કાવતરું ગણાવતા આરોપીઓ પાસેથી જ નુકસાનની ભરપાઈ કરાવવાનુ નક્કી કર્યું કર્યું છે. પોલીસે પોતાની એફઆઈઆરમાં જણાવ્યું છે કે લગભગ 800 લોકો ઘાતક હથિયારો સાથે પહોંચ્યાં અને પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો. અત્રે જણાવવાનું કે સોમવારે થયેલી હિંસામાં શહેરના પુલાકેશીનગર વિસ્તારને ભડકે બાળવામાં આવ્યો હતો. 2 પોલીસ સ્ટેશનમાં આગચંપી થઈ હતી. આરોપ મુજબ બેંગ્લુરુના એક સ્થાનિક કોંગ્રેસ (INC) ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિ ( MLA Srinivas Murthy)ના સંબંધીએ ફેસબુક પર પૈગંબર મોહમ્મદ (Prophet Muhammad ) પર એક આપત્તિજનક ટિપ્પણી કરતી  પોસ્ટ લખી હતી. ત્યારબાદ  ધર્મ વિસેષની ભીડે હિંસા ભડકાવી, અને વિધાયકના ઘર પર હુમલો કરીને તેને આગને હવાલે કરી દીધુ. કોંગ્રેસ વિધાયક શ્રીનિવાસ મૂર્તિએ યેદિયુરપ્પ સરકાર પાસે સુરક્ષાની માગણી કરી છે. શ્રીનિવાસ મૂર્તિએ કહ્યું કે તોફાનીઓએ તેમના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને ટાયર બાળ્યાં. તોફાનોના આરોપમાં અત્યાર સુધીમાં 146 લોકોની ધરપકડ થઈ છે. ડીજે હલ્લી અને કેજી હલ્લી વિસ્તારમાં ગઈ કાલ સવાર સુધી કરફ્યૂ લગાવવો પડ્યો હતો. આ તોફાનમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો. 

FIRમાં થયો ચોંકાવનારો ખુલાસો
લગભગ 800 લોકો ઘાતક હથિયારો સાથે પહોંચ્યા અને પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો. ભીડ નવીનને પોતાના હાથથી જ સજા આપવા માંગતી હતી. તોફાનીઓને લાગ્યું કે પોલીસ નવીનને બચાવી રહી છે. એફઆઈઆર મુજબ 5 આરોપીઓ 200થી 300થી સંખ્યામાં હથિયારો સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા. જાણીજોઈને પોલીસકર્મીઓની પીટાઈ કરી અને આગચંપી અને તોડફોડ કરીને સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું. તોફાનોમાં સામેલ લોકો પાસે પેટ્રોલ, માચિસ, પથ્થર અને લોખંડના સળિયા હતાં. એફઆઈઆરમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ભીડ સતત પોલીસને નવીનને જીવથી મારી નાખવાની નિયતથી સોંપવાની માગણી કરી રહી હતી. 

11 ઓગસ્ટની રાતે જે પ્રકારે ભારતમાં તોફાનોની દુકાન ચલાવનારાઓએ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુના દામન પર તોફાનનો ડાઘો પાડ્યો તેનાથી આઈટી હબ ગણાતા બેંગ્લુરુના લોકો અત્યાર સુધી હેરાન પરેશાન છે. તેમનું દર્દ છે કે દુનિયાને આઈટી સોલ્યુશન આપનારા આ શહેરને આખરે સોશિયલ મીડિયા પર ફેલાયેલા મેસેજના કારણે એક વર્ગ વિશેષના લોકોએ ભડકે બાળ્યું. 

જુઓ LIVE TV

કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિએ યેદિયુરપ્પા સરકાર પાસે સુરક્ષાની માગણી કરી છે. શ્રીનિવાસ મૂર્તિએ કહ્યું કે તોફાનીઓએ તેમના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને ટાયર  બાળ્યાં. તોફાનના આરોપમાં અત્યાર સુધીમાં 146 લોકોની ધરપકડ  થઈ છે. ડીજે હલ્લી અને કેજી હલ્લી વિસ્તારમાં ગઈ કાલ સવાર સુધી કરફ્યૂ લગાવવો પડ્યો હતો. આ તોફાનોમાં 3 લોકોના મોત થયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news