ગોવા : એન્જિનમાં આગ લાગવાને પગલે ફાઇટર એરક્રાફ્ટ MiG-29K ક્રેશ

આ ફાટર એરક્રાફ્ટે ટ્રેઇનિંગ માટે ટેકઓફ કર્યું હતું. આ ઘટનામાં બંને પાયલટનો સુરક્ષિત રીતે બચાવ થઈ શક્યો છે. 

ગોવા : એન્જિનમાં આગ લાગવાને પગલે ફાઇટર એરક્રાફ્ટ MiG-29K ક્રેશ

પણજી : શનિવારે બપોરે ટ્રેઇનિંગ મિશન માટે રવાના થયા પછી તરત મિગ -29 K ફાઇટર પ્લેન ગોવામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.જોકે સદનસીબે આ મામલામાં બંને પાયલટનો આબાદ બચાવ થયો હતો. દુર્ઘટનાગ્રસ્ત થયે્લું ફાઇટર જેટ ટ્રેઇનિંગ માટે વપરાતું હતું. 

નેવીના પ્રવક્તા કમાંડર વિવેક મધવાલે માહિતી આપી છે કે મિગ-29K ટ્રેનર વિમાનના એન્જિનમાં આગ લાગી ગઈ છે. જોકે પાયલટ કેપ્ટન એમ. શોકંદ તેમજ લેફ્ટનન્ટ કમાન્ડર દીપક યાદવને સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળતા મળી છે. વિમાને આઇએનએસ હંસાથી ટેકઓફ કર્યું હતું.

— ANI (@ANI) November 16, 2019

જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news