IPL 2020: આઠ ટીમોએ કુલ 71 ખેલાડીઓને કર્યાં રિલીઝ, હરાજી માટે પંજાબ પાસે સૌથી વધુ બજેટ

આગામી મહિને યોજાનારી આઈપીએલની હરાજી પહેલા તમામ ટીમોએ ખેલાડીઓને રિલીઝ અને ટ્રેડ કરવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે. આઠ ટીમોએ કુલ 71 ખેલાડીઓને રિલીઝ કર્યાં છે. 

IPL 2020: આઠ ટીમોએ કુલ 71 ખેલાડીઓને કર્યાં રિલીઝ, હરાજી માટે પંજાબ પાસે સૌથી વધુ બજેટ

નવી દિલ્હીઃ આગામી મહિને યોજાનારી આઈપીએલની હરાજી (IPL Auction) પહેલા ક્રિસ લિન, ડેવિડ મિલર, જયદેવ ઉનડકટ અને ક્રિસ મોરિસ તે 71 ખેલાડીઓમાં સામેલ છે, જેને તેની સંબંધિત ફ્રેન્ચાઇઝીએ રિલીઝ કરી દીધા છે. ખેલાડીઓને રિલીઝ કરવા,  ટ્રેડિંગ અને જાળવી રાખવા માટે શુક્રવારે અંતિમ દિવસ હતો. કુલ 127 ખેલાડીઓને ટીમોએ પોતાની પાસે રાખ્યા છે, જેમાં 35 વિદેશી ક્રિકેટર પણ સામેલ છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પાસે 19 ડિસેમ્બરે યોજાનારી હરાજીમાં 42.70 કરોડ રૂપિયાની રકમ હશે જે તમામ આઠ ટીમોમાં સૌથી વધુ છે. 

બીસીસીઆઈના નિવેદન અનુસાર, 'કિંગ્સ ઇલેવન પંજાબ પાસે હરાજી માટે સૌથી વધુ 'સેલેરી કેપ' ઉપલબ્ધ છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ પાસે સૌથી વધુ ખેલાડીઓની જગ્યા (12) ઉપલબ્ધ છે (જેમાં છ વિદેશી ખેલાડીઓની જગ્યા સામેલ છે.). અંતિમ સમય સીમા બાદ ચેન્નઈ સુપર કિંગ્સની પાસે સૌથી મોટી ટીમ (20 ખેલાડી) છે.'

ટીમ બજેટ ખેલાડીઓની જગ્યા
ચેન્નઈ સુપર કિંગ્સ 14.60 કરોડ રૂ. 5 (2 વિદેશી ખેલાડી સહિત)
દિલ્હી કેપિટલ્સ 27.85 કરોડ રૂ. 11 (5વિદેશી ખેલાડી સહિત)
કિંગ્સ ઇલેવન પંજાબ 42.70 કરોડ રૂ. 9 (4 વિદેશી ખેલાડી સહિત)
કોલકત્તા નાઇટ રાઇડર્સ 35.65 કરોડ રૂ. 11 (4 વિદેશી ખેલાડી સહિત)
મુંબઈ ઈન્ડિયન્સ 13.05 કરોડ રૂ. 7 (2 વિદેશી ખેલાડી સહિત)
રાજસ્થાન રોયલ્સ 28.90 કરોડ રૂ. 11 (4 વિદેશી ખેલાડી સહિત)
રોયલ ચેલેન્જર્સ બેંગલોર 27.90 કરોડ રૂ. 12 (6 વિદેશી ખેલાડી સહિત)
સનરાઇઝર્સ હૈદરાબાદ 17.00 કરોડ રૂ. 7 (2 વિદેશી ખેલાડી સહિત)

બીસીસીઆઈ અનુસાર, 'આઠ ફ્રેન્ચાઇઝીમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (12)એ સૌથી વધુ ખેલાડીઓને રિલીઝ કર્યાં છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (5)એ પોતાની ટીમમાંથી સૌથી ઓછા ખેલાડીને બહાર કાઢ્યા છે.' રાજસ્થાન રોયલ્સે 11 ખેલાડીઓને સિરીઝ કર્યા છે અને જાહેરાત કરી કે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ટીમની આગેવાની કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news