MiG-21 Crash: બાડમેરમાં MiG-21 જેટ ક્રેશ, પાયલોટ સુરક્ષિત, કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ
રાજસ્થાનમાં બાડમેર (Barmer) જિલ્લામાં બુધવારે ભારતીય વાયુસેના (Indian Air Force) નું એક ફાઇટર પ્લેન મિગ-21 બાઇસન ક્રેશ ( MiG-21 Crash) થઇ ગયું છે.
Trending Photos
બાડમેર: રાજસ્થાનમાં બાડમેર (Barmer) જિલ્લામાં બુધવારે ભારતીય વાયુસેના (Indian Air Force) નું એક ફાઇટર પ્લેન મિગ-21 બાઇસન ક્રેશ ( MiG-21 Crash) થઇ ગયું છે. મિગ-21 બાઇસન ક્રેશ થતાં પાયલોટે કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. ઘટનાને લઇને કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ (Court of inquiry ordered) જાહેર કરવામાં આવ્યા છે.
મિગ ક્રેશ થયા બાદ એક ખેતરમાં પડ્યું છે. સૂચનાના અનુસાર પાયલોટ સુરક્ષિત છે. તો બીજીતરફ ઘટનાની સૂચના બાદ પોલીસ તંત્ર ઘટનાસ્થળે રવાના થઇ ગયું છે. મળતી માહિતી અનુસાર જિલ્લામાંથી 35 કિલોમીટર દૂર માતાસર ગામમાં સાંજે લગભગ 5 વાગે વાયુસેનાનું પ્રથમ લડાકૂ વિમાન મિગ ક્રેશ થઇ ગયું છે. ઘટના બાદ ઉત્તરલાઇથી વાયુ સેનાના અધિકારીઓએ સહિત ઘણા અન્ય અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. તો બીજી તરફ ગામવાળા તરફથી આગ ઓલવવા મઍટે પાણીના ટેન્કર પણ નાખવામાં આવી રહ્યા છે.
Rajasthan | IAF's MiG-21 Bison fighter aircraft crashed today in Barmer during a training sortie, pilot safe pic.twitter.com/u1i4D46NRa
— ANI (@ANI) August 25, 2021
વિમાન પડતાં ઝૂંપડાઓમાં લાગી આગ, કોઇ નુકસાન નહી
જાણકારી અનુસાર વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાં કેટલીક ઘાસની ઝૂંપડીઓ બનેલી હતી.એ વિમાન પડતાં અને દૂર સુધી ઘસેડાતા આ મકાનોમાં આગ લાગી હતી. જોકે આ દરમિયાન કોઇ જાનહાનિના સમાચાર નથી. લગભગ ત્રણ મહિના પહેલાં પણ ભારતીય વાયુસેનાનું એક મિગ 21 ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પંજાબના મોગા કસ્બા બાઘાપુરાનામાં ફાઇટર જેટ મિગ 21 ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટનું મોત થયું હતું. મિગ 21 એ રાજસ્થાનના સુરતગઢથી હલવારા અને હલવારાથી સુરતગઢ માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન બાઘાપુરાના પાસે લંગિયાના ખુર્દ ગામમાં આ વિમાન ક્રેશ થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે