મહબૂબા મુફ્તીએ પીએમ મોદીને આપી શુભેચ્છા, કોંગ્રેસને સલાહ- તમારા માટે અમિત શાહ શોધો

મહબૂબા મુફ્તીએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'આ ઐતિહાસિક જનાદેશ માટે નરેન્દ્ર મોદીજીને શુભકામનાઓ.' આજનો દિવસ ચોક્કસપણે ભાજપ અને તેના સહયોગીઓનો દિવસ છે.
 

મહબૂબા મુફ્તીએ પીએમ મોદીને આપી શુભેચ્છા, કોંગ્રેસને સલાહ- તમારા માટે અમિત શાહ શોધો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)ની મતગણના ચાલી રહી છે. અત્યાર સુધી ટ્રેન્ડમાં તસ્વીર પૂર્ણ રીતે સ્પષ્ટ થઈ રહી છે. દેશમાં મોદી લહેરે વિપક્ષનું સૂપડા સાફ કરી દીધા છે. મતગણતરી હજુ ચાલી રહી છે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા આવેલા ટ્રેન્ડ અનુસાર લોકસભાની કુલ 542 સીટોમાઁથી ભાજપ 290 સીટો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ માત્ર 52 સીટો પર આગળ છે. આ વચ્ચે રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ પીએમ નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા આપતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 

મહબૂબા મુફ્તીએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'આ ઐતિહાસિક જનાદેશ માટે નરેન્દ્ર મોદીજીને શુભકામનાઓ.' આજનો દિવસ ચોક્કસપણે ભાજપ અને તેના સહયોગીઓનો દિવસ છે. હવે કોંગ્રેસ માટે સમય આવી ગયો છે કે તે પોતાના માટે કોઈ અમિત શાહ શોધે. મહબૂબા અનંતનાગ સીટ પરથી ચૂંટણી લડી રહી છે અને ત્રીજા સ્થાન પર ચાલી રહી છે. જમ્મૂ-કાશ્મીરમાં ત્રણ સીટ પર ભાજપ અને ત્રણ સીટો પર નેશનલ કોન્ફરન્સ આગળ ચાલી રહ્યું છે. 

અનંતનાગ સીટ પર મહબૂબ મુફ્તી સહિત, જમ્મૂ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના જસ્ટિસ હસનૈન મસૂદ, ભાજતીય જનતા પાર્ટીના સોફી યૂસુફ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુલામ અહમદ મીર, જમ્મૂ કાશ્મીર નેશનલ પેંથર્સ પાર્ટીના નિસાર અહમદ વાની, જમ્મૂ કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સના જફર અલી, માનવ રચના પાર્ટીના સંજય કુમાર ધર, પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ના સુરિંદર સિંહ અને અપક્ષ ઉમેદવાર ઇમ્પિયાઝ અહમદ રાથર, રિદવાના સનમ, રિયાઝ અહમદ ભટ, ઝુબૈર મસૂદ, શમ્સ ખ્વાજા, અલી મોહમ્મદ વાની ચૂંટણી મેદાનમાં છે. 

તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ભાજપની ઐતિહાસિક જીત વચ્ચે ટ્વીટ કરીને બધાને શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટ કહ્યું, વિજય મેળવનાર તમામને શુભેચ્છા, પરંતુ બધા હારનારા હાર્યા નથી. આપણે હારની વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યારબાદ પરિણામને લઈને જવાબ આપીશું. તેમણે કહ્યું કે, ગણતરી ચાલી રહી છે. પ્રક્રિયા પૂરી થયા બાદ વીવીપેટ મશીન સાથે મેચ કરવાની ઇંતજાર કરો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news