PM મોદીનો એક એવો ફેન જેણે 12 વર્ષ નથી પહેર્યા ચંપલ, આ કારણે લીધી પ્રતિજ્ઞા
પીએમ નરેન્દ્ર મોદીનો એક એવો પણ ફેન છે જેણે 12 વર્ષ સુધી ચંપલ પહેર્યા નથી. તે છે નાંદેડનો દીપક ઠાકૂર નામનો એક ચાવાળો. જે છેલ્લા 12 વર્ષથી તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીનો એક એવો પણ ફેન છે જેણે 12 વર્ષ સુધી ચંપલ પહેર્યા નથી. તે છે નાંદેડનો દીપક ઠાકૂર નામનો એક ચાવાળો. જે છેલ્લા 12 વર્ષથી તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરી રહ્યો છે. નરેન્દ્ર મોદી ફરી એકવખત પીએમ બને અને ફરી એકવાર તેમની સાથે મુલાકાત કરશે તે ઉદ્દેશ્યથી ઉઘાડા પગે છેલ્લા 12 વર્ષથી ફરી રહ્યો છે આ શખ્સ.
નાંદેડ સીટીના મોદી કડક ચા હોટલના માલિક દિપક ઠાકૂર વર્તમાન સમયે ચર્ચામાં છે. અહમદનગરનમાં રેલી સમયે પીએમ મોદી સાથે આ ચાવાળાની મુલાકાત થયા બાદ તેની તસવીર વાયરલ થતા જ આ દીપક ઠાકૂર ચર્ચામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારથી તેમની કાર્યશેલીથી દિપક ઠાકૂર નામનો આ શખ્સ પ્રભાવીત થયો હતો. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને એ માટે વર્ષ 2007થી તેણે ચંપલ ના પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારથી દિપક ઉઘાડા પગે ફરી રહ્યો છે. 45 ડિગ્રીના તાપમાન, ઠંડી કે વરસાદની ઋતુમાં છેલ્લા 12 વર્ષથી આ શખ્સ ઉઘાડા પગે ફરી રહ્યો છે. તેનાથી થતી મુશ્કેલીઓને જોઇ મિત્રોએ ચંપલ પહેરવાની સલાહ આપી હતી. પરિવારના લોકોએ પણ દિપકને ચંપલ પહેરાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ મોદીનો આ ફેન તેના સંકલ્પ પર અડગ રહ્યો હતો.
આ શખ્સના મિત્ર અવતાર સિંઘ પહેરેદારનું કહેવું છે કે, મેં ઘણી વખત તેને સમજાવ્યો, ભાજપ અને નરેન્દ્ર મોદી પ્રત્યે જે પ્રેમ છે તેને જોઇ અમે તેને કંઇપણ કહેતા તેમાં તેનું ધ્યાન રહેતું ન હતું. વરસાદ, ગરમી કે ઠંડીની ઋતુ હોય તે ચંપલ વગર જ ફરતો રહેતો. કોઇ ખેતરમાં જતા તો પગમાં કાંટા વાગતા હતા પરંતુ તે તેની પ્રતિજ્ઞા પર અડગ રહ્યો. જ્યાં સુધી મોદી પીએમ નથી બનતા ત્યાં સુધીની પ્રતિજ્ઞા હતી. હેવ જ્યારે મોદી પીએમ બન્યા તો તેમને મળવા સુધી ચંપલ ના પહેરાવાની પ્રતિજ્ઞા લીધી હતી. હવે તેમની સાથે મુલાકાત થઇ, તો ફરીથી મોદી પીએમ બનશે ત્યારે ચંપલ પહેરશે.
તેના મિત્ર અરવિંદ ભોસલેનું કહેવું છે કે, જ્યારે પણ અમે તેની ચાની હોટલ પર આવતા તેના પગમાં ઘા જોવા મળતા હતા. કોઇ ફેનનો નેતા પ્રતિ આવો પ્રેમ જોયો નથી.
2014ની લોકસભા ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પરંતુ જ્યાં સુધી પીએમ મોદીથી મુલાકાત થશે નહીં, ત્યાં સુધી ચંપલ વગર ફરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પીએમ મોદીથી મુલાકાતના ઘણા પ્રયાસો કર્યો. ત્રણ વાર દિલ્હી પણ ગયા, પરંતુ પીએમ મોદીથી મુલાકાત થઇ શકી ન હતી. તેમના ફેને લીધેલા સંકલ્પની જાણકારી પીએમ મોદીને મળી ત્યારે તેમણે તેમના ફેન સાથે મુલાકાત માટે તેને સંદેશો મોકલ્યો હતો. અહમદનગરની રેલીમાં દીપક ઠાકૂરની પીએમ મોદીથી મુલાકાત થઇ. મોદીએ અભિવાદન કરતા ફેન દીપક ઠાકૂરની પીઠ પર હાથ રાખ્યો હતો.
વધુમાં વાંચો: ટૂંક સમયમાં આવી શકે છે CBSE 10th અને 12thનું રિઝલ્ટ, જાણો શું છે રી-મૂલ્યાંકનની પ્રક્રિયા
ત્યારે નરેન્દ્ર મોદીના ફેન ચાવાળા દીપક ઠાકૂરનું કહેવું છે કે, જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમને જોઇને એવું લાગી રહ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રી બનશે. ત્યારથી મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તેઓ પ્રધાનમંત્રી નથી બનતા ત્યાં સુધી ચંપલ પહેરીશ નહીં. જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા તો તેમની સાથે મુલાકાત ના થયા ત્યાં સુધી ચંપલ પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જ્યારે અહમદનગરની રેલીમાં તેમની સાથે મુલાકાત થઇ ગઇ તો મોદીજી ફરીથી પીએમ બનશે ત્યારે હું ચંપલ પહેરીશ. આમ તો મને વિશ્વાસ છે કે, 101 ટકા તેઓ ફરીથી પ્રધાનમંત્રી બનશે પરંતુ જો કોઇ કારોણોસર તેઓ પ્રધાનમંત્રી ના બન્યા તો હું આજીવન ચંપલ પહેરીશ નહીં.
પોતાના નેતા માટે પ્રતિજ્ઞા લેનારા ઘણા ફેન હોય છે, પરંતુ 12 વર્ષ ચંપલ પહેર્યા વગર ફરનાર આ શખ્સની પ્રતિજ્ઞા પૂર્ણય થાશે કે શું, તે 2019ની આ લોકસભા ચૂંટણી પછી જાણવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે