આ જ છે તે વ્યક્તિ જે ગટરના ગેસથી ચલાવે છે ચુલો, PM મોદીએ કર્યા હતા વખાણ

વડાપ્રધાન મોદીએ હાલમાં જ રાયપુરમાં રહેતા શ્યામ રાવ શિર્કેના વખાણ કર્યા હતા, જેમણે એક મશીન બનાવી છે જેનાથી ગટરમાં ઉત્પન્ન થતા ગેસથી સગડી ચાલે છે

આ જ છે તે વ્યક્તિ જે ગટરના ગેસથી ચલાવે છે ચુલો, PM મોદીએ કર્યા હતા વખાણ

નવી દિલ્હી : રાયપુરમાં રહેનાર એક વ્યક્તિ શ્યામ રાવ શિર્કેએ દેસી સ્ટાઇલમાં એક એવું ઉપકરણ તૈયાર કર્યું છે જે ગટરમાંથી નિકળનારા મીથેન ગેસને રસોઇ ગેસ તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. આ ઉપકરણની મદદથી કોઇ પણ ગેસ ચૂલ્હો લગાવીને મીથેન ગેસનો ઉપયોગ ખાવાનું બનાવવા માટે કરી શકે છે. શ્યાવ રાવ શિર્કેના આ પ્રોજેક્ટની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા છે. આ પ્રોજેક્ટને શ્યામ રાવ શિર્કેએ ગ્લોબલ પેટન્ટ પણ કરાવી છે. તેઓ ટુંક જ સમયમાં રાયપુરના કેટલાક પસંદગીની ગટર અને ડ્રેનેજમાં સ્થાપિત કરવામાં આવશે. 

કઇ રીતે કામ કરે છે આ મશીન
રાયપુરના ચંગોરભાઠા વિસ્તારમાં રહેનારા 60 વર્ષીય શ્યામ રાવ શિર્કેનું નામ વડાપ્રધાન મોદીની ઝીભ પર છે. શિર્કે દ્વારા બનાવાયેલ આ મશીનમાં પ્લાસ્ટીકનાં ત્રણ ડ્રમો અથવા કંટેનરને આંતરિક રીતે જોડીને તેમાં એક વાલ્વ લગાવી દેવામાં આવે છે. આ ત્રણેય કંટેનર નદી નાળા ઉપર તે સ્થાન પર રખાય છે જ્યાંથી ખરાબ પાણી પસાર થતું હોય. ગંદકી કંટેનરમાં સમાઇ ન જાય તે માટે તેની નીચેની તરફ એક ઝાળી લગાવવામાં આવે છે. 

આ મશીનને એ પ્રકારે ફીટ કરવામાં આવે છે કે ડ્રમ અથવા કંટેનરમાં એકત્ર થનાર ગેસનું એટલું દબાણ સર્જાય કે, તે પાઇપ લાઇન દ્વારા તે સગડી સુધી પહોંચી શકે. તેમના અનુસાર કંટેનરમાં એકત્ર થનાર ગેસનું પ્રમાણ ગટરની લંબાઇ, પહોળાઇ અને ઉંડાઇ પર નિર્ભર હોય છે. રાયપુરમાં તેમણે જે સ્થળ પર આ ઉપકરણ લગાવ્યું હતું તે ઘરમાં સતત ત્રણ ચાર મહિના સુધી એક ડઝન કરતા વધારે વ્યક્તિઓનો સવારનો નાસ્તો, બપોરનું અને રાતનું ભોજન બની જતું હતું. 

કોણ છે શ્યામ રાવ શિર્કે
શ્યામ રાવ શિર્કે કોઇ એન્જિનિયર નથી અને ના તેની પાસે કોઇ એન્જિનિયરિંગની ડિગ્રી છે. તે 11 ધોરણ ભણેલા છે. આવકનું કોઇ વિશેષ સાધન નથી. તેમની આજીવિકા મેકેનિકલ કોન્ટ્રેક્ટર શિપ પર નિર્ભર છે. હાર્ટ એટેકના કારણે તેઓ હવે પહેલાની જેમ સક્રિય નથી. જો કે એન્જીનિયરિંગ ઇનોવેશનની ધુન તેમના પર એ રીતે સવાર રહે કે તેઓ અવનવા ઉપકરણોનું સંશોધન કરે છે. આર્થિક સ્થિતી ખરાબ હોવા છતા શ્યામ રાવ શિર્કેએ પોતાનાં આ હુનરને ઉંમરના આ પડાવમાં પણ જીવિત રાખ્યા હતા. 

ચાર વર્ષ પહેલા તેણે પોતાનાં પ્રોજેક્ટનો પુર્ણ કર્યો અને પેટેંટ કરાવવાનો પ્રયાસ કર્યો. શ્યામ રાવના અનુસાર તેને તે વાતની ખુશી છે કે, તેમનું મોડેલ પેટેંટ થઇ ચુક્યું છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંજ્ઞાનમાં પણ આવી ચુક્યું છે. શ્યામ રાવ શિર્કેના અનુસાર તેમનો આ પ્રોજેક્ટ વાતાવરણમાં ફેલાતા ગંદા વાયુ જ નહી પરંતુ ઘણા જીવાણુઓને પેદા થતા પણ અટકાવશે. છત્તીસગઢ કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ટ ટેક્નોલોજીના આ પ્રોજેક્ટને પુર્ણ કરાવવા માટે પોતાની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news