ભારતે ચીની લોકો માટે સ્થગિત કરી ઈ-વીઝાની સુવિધા, પાકની મદદ માટે આપ્યું આ નિવેદન

ડિપ્લોમેટિક વીઝાને આ નિર્ણયથી બહાર રાખવામાં આવ્યા છે. 
 

 ભારતે ચીની લોકો માટે સ્થગિત કરી ઈ-વીઝાની સુવિધા, પાકની મદદ માટે આપ્યું આ નિવેદન

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના પ્રકોપને કારણે ભારતે ચીનના નાગરિકોને અપાતી ઈ-વીઝાની સુવિધાને સ્થગિત કરી દીધી છે. સાથે હાલના ઈ-વીઝાને પણ અમાન્ય ગણાવી દીધા છે. આ સિવાય વુહાનમાં ફસાયેલા પાકિસ્તાની લોકોની મદદ કરવાના સંકેત આપ્યા છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, સામાન્ય વીઝા જે જારી કરવામાં આવ્યા છે, તે પણ વધુ કાયદેસર નથી. પરંતુ જે લોકો ખુબ મજબૂરીને કારણે ભારત આવવા ઈચ્છે છે, તે વીઝા જારી કરવા માટે અમારા દૂતાવાસ કે નજીકના વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. 

રાજદ્વારીઓ માટે ઈ-વીઝા ઉપલબ્ધ
રવીશ કુમારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કેટલિક શ્રેણીઓ માટે ભારતના ઈ-વીઝા ઉપલબ્ધ છે. રાજદ્વારીઓ તે શ્રેણીમાં આવતા નથી, કારણ કે તેના વીઝા દૂતાવાતના માધ્યમથી એક લગાવવામાં આવે છે. તેથી આ નિર્ણય રાજદ્વારી પ્રક્રિયાને પ્રભાવિત કરી શકતો નથી. 

— ANI (@ANI) February 6, 2020

પાકિસ્તાની વિદ્યાર્થીઓની મદદ પર વિચાર
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓના વીડિયો પર ભારત પાસે મદદ માગી છે. અમને પાકિસ્તાની સરકાર પાસેથી તે વિશે કોઈ વિનંતી મળી નથી. પરંતુ જો એવી સ્થિતિ પેદા થાય છે અને અમારી પાસે સંસાધન છે તો અમે તેના પર વિચાર કરીશું. 

ઉડાનો પર પ્રતિબંધ નહીં
તો ભારત-ચીન વચ્ચે ઉડાનો પર પ્રતિબંધને લઈને રવીશ કુમારે કહ્યું, ''મને કોઈપણ કોમર્શિયલ ઉડાનના સંચાલન પર ભારત સરકાર તરફથી લગાવવામાં આવેલા કોઈપણ પ્રતિબંધની જાણકારી નથી. એરલાયન્સ પોતે સ્વયંના અંદાજના આધાર પર નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news