અન્ડર-19 વર્લ્ડ કપઃ બાંગ્લાદેશ પ્રથમવાર ફાઇનલમાં, હવે ભારત સામે ટક્કર


બીજી સુપર લીગ સેમિફાઇનલમાં ગુરૂવારે બાંગ્લાદેશની ટીમે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું અને પ્રથમવાર ફાઇનલમાં જગ્યા બનાવી છે. 

અન્ડર-19 વર્લ્ડ કપઃ બાંગ્લાદેશ પ્રથમવાર ફાઇનલમાં, હવે ભારત સામે ટક્કર

પોટચેફ્સ્ટ્રૂમ (દક્ષિણ આફ્રિકા): અન્ડર-19 વિશ્વકપ-2020ની ફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બીજી સુપર લીગ સેમિફાઇનલમાં ગુરૂવારે બાંગ્લાદેશની ટીમે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું અને પ્રથમવાર ફાઇનલમાં પહોંચી છે. હવે રવિવાર (9 ફેબ્રુઆરી)ના પોટચેફ્સ્ટ્રૂમમાં તેનો મુકાબલો ટાઇટલના પ્રબળ દાવેદાર ભારત સામે થશે. 

પોટચેફ્સ્ટ્રૂમમાં ન્યૂઝીલેન્ડની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોઈ મોટો સ્કોર ન બનાવી શકી. બાંગ્લાદેશના બોલરોએ કીવીઓને 211/8ના સ્કોર પર રોકી દીધું હતું. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમે 44.1 ઓવરમાં 215/4 રન બનાવીને જીતનો લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. બાંગ્લાદેશની આ જીતમાં મહમૂદુલ હસન જોયે 100 રન બનાવ્યા હતા. 127 બોલની ઈનિંગમાં તેણે 13 ચોગ્ગા ફટકાર્યા અને તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. 

— Cricket World Cup (@cricketworldcup) February 6, 2020

અન્ડર-19 વર્લ્ડ કપની પ્રથમ સુપર લીગ સેમિફાઇનલમાં ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને 10 વિકેટથી ધૂળ ચટાવી હતી. આ સાથે ભારતે પાકિસ્તાનના પડકારને ધ્વસ્ત કરતા રેકોર્ડ સાતમી વખત અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

સૌથી વધુ વખત અન્ડર-19 વિશ્વકપ ફાઇનલ રમનારી ટીમો

1. ભારત 7 વાર (2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020)

2. ઓસ્ટ્રેલિયા 5 વાર (1988, 2002, 2010, 2012, 2018)

3. પાકિસ્તાન 5 વાર (1988, 2004, 2006, 2010, 2014)

4. દક્ષિણ આફ્રિકા 3 વાર (2002, 2008, 2014)

— Cricket World Cup (@cricketworldcup) February 6, 2020

પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા  172 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 173 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેને ભારતે સરળતાથી હાંસિલ કરી લીધો હતો. 

સેમિફાઇનલ મુકાબલામાં ભારતીય અન્ડર-19 ટીમ માટે યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારતા અણનમ 105 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય દિવ્યાંશ સક્સેનાએ અણનમ 59 રન બનાવ્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news