#Me Too: કેન્દ્રીય મંત્રી અકબરનાં રાજીનામા બાદ વિદેશ મંત્રાલયની ચોંકાવનારી સ્પષ્ટતા

પ્રવક્તા રવિશ કુમારના અનુસાર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને અકબર વચ્ચે કોઇ બેઠક થઇ હોવા અંગે તેમની પાસે માહિતી નથી

#Me Too: કેન્દ્રીય મંત્રી અકબરનાં રાજીનામા બાદ વિદેશ મંત્રાલયની ચોંકાવનારી સ્પષ્ટતા

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબરનાં રાજીનામા બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે, મંત્રીએ રાજીનામાં સાથે પોતાનું નિવેદન પણ બહાર પાડ્યું છે. આ મુદ્દે વધારે કોઇ જ સ્પષ્ટતાની જરૂર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, મીટૂ અભિયાન હેઠળ ઘણી મહિલા પત્રકારો દ્વારા શારીરિક શોષણનાં આરોપો લગાવવામાં આવ્યા હોવાનાં કારણે વધી રહેલા દબાણ વચ્ચે મંત્રી અકબરે બુધવારે રાજીનામું આપી દીધું હતું. અકબર પર સૌપ્રથમ મહિલા પત્રકાર પ્રિયા રમાણીએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. 

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત અંગેની કોઇ જ માહિતી નથી.
રવીશ કુમારે કહ્યું કે, વિદેશથી પરત ફર્યા બાદ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે મંત્રાલય સાથેની મીટિંગમાં પણ સમાવિષ્ટ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે અકબરની કોઇ મુલાકાત અંગેની તેમને માહિતી નથી. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ચાલુ થયેલ #Me Too અભિયાન ધીરે ધીરે એક સમયનાં પ્રખ્યાત સંપાદક અને કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર પર પ્રિયા રમાણીના આરોપો બાદથી અત્યાર સુધીમાં 10 કરતા પણ વધારે મહિલા પત્રકારોએ તેમના પર આરોપો લગાવ્યા હતા. પોતાની વાત સોશિયલ મીડિયા પર શેર કરતા અકબર દ્વારા થયેલા શારીરિક શોષણની આપવીતી સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. 

મીટૂ અભિયાન હેઠલ સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ શારીરિક શોષણનાં પોતાનાં કિસ્સાઓ વ્યક્ત કરી રહી છે. આ જ અભિયાન હેઠલ 11 મહિલા પત્રકારો દ્વારા એમજે અકબર પર આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પર સતત વધી રહેલા દબાણ વચ્ચે અકબરનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news