મહારાષ્ટ્ર: મરાઠા આંદોલન બનશે વધુ ઉગ્ર, આજથી શરૂ થશે જેલ ભરો આંદોલન

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે. આંદોલનના કારણે અત્યાર સુધી 6 લોકોએ આત્મહત્યા કરી છે. આજે પણ આ આંદોલન વધુ ઉગ્ર બનશે. સંગઠન તરફથી અનામત માટે આજથી જેલભરો આંદોલન શરૂ થશે. આંદોલનના ઉગ્ર થવા અંગેના એંધાણોને જોતા પ્રશાસન હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં સુરક્ષાના પુરતા અને કડક બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. 

મહારાષ્ટ્ર: મરાઠા આંદોલન બનશે વધુ ઉગ્ર, આજથી શરૂ થશે જેલ ભરો આંદોલન

મુંબઈ/પુણે: મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે. આંદોલનના કારણે અત્યાર સુધી 6 લોકોએ આત્મહત્યા કરી છે. આજે પણ આ આંદોલન વધુ ઉગ્ર બનશે. સંગઠન તરફથી અનામત માટે આજથી જેલભરો આંદોલન શરૂ થશે. આંદોલનના ઉગ્ર થવા અંગેના એંધાણોને જોતા પ્રશાસન હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં સુરક્ષાના પુરતા અને કડક બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. 

8 લોકોએ આત્મહત્યાની કરી કોશિશ
અનામતની માગ લઈને પ્રદર્શન કરી રહેલા મરાઠા સમુદાયના લોકોએ મંગળવારે ઔરંગાબાદ-જલગાંવ માર્ગ પર રસ્તા રોકો પ્રદર્શન કરીને મરાઠા અનામત માગણીને લઈને લગભગ 8 પ્રદર્શનકારીઓએ કેરોસિન છાંટીને આત્મદાહ કરાવાની કોશિશ કરી. લાતૂરના પોલીસ અધિક્ષક શિવાજી રાઠોડનું કહેવું છે કે જિલ્લાના ઔસામાં તહસીલદાય કાર્યાલયની બહાર આઠ લોકોએ આત્મહત્યાની કોશિશ કરી પરંતુ પોલીસે સમયસર પહોંચીને તેમને શાંત કરાવ્યાં. 

ભાવનાઓના આધારે નિર્ણય લઈ શકાય નહીં-સીએમ ફડણવીસ
બીજી બાજુ મરાઠા આંદોલન અંગે પ્રદેશના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે કોઈ પણ એક સમુદાયની ભાવનાઓના આધાર પર નિર્ણય લઈ શકાય નહીં. ફડણવીસે કહ્યું કે તેમની સરકાર મરાઠા સમુદાય માટે અનામતની માગ પર કામ કરી રહી છે. પરંતુ કાયદાકીય પ્રક્રિયાની અવગણના થઈ શકે નહીં. તેમણે છેલ્લા કેટલાક દિવસમાં મરાઠા સંગઠનો તરફથી અનામતની માગણીને લઈને કરવામાં આવી રહેલા આંદોલન દરમિયાન હિંસક ઘટનાઓ તથા કથિત રીતે આત્મહત્યા કરવામાં આવતી હોવાના મામલાને નિરાશાજનક ગણાવ્યાં. 

કાયદાકીય પ્રક્રિયા જાણવાની જરૂર-સીએમ
ફડણવીસે કહ્યું કે જો ભાવનાઓ ઉત્તેજિત થાય તો સમુદાયમાં અશાંતિ પેદા થશે. કાયદાકીય પ્રક્રિયાને પૂરી કરવાની જરૂર છે. અને અમારી સરકાર સમયબદ્ધ રીતે તે કામ કરશે. તેમણે કહ્યું કે રાજ્યની ભાજપના નેતૃત્વવાળી સરકાર સત્તામાં આવ્યાં બાદ એક વર્ષની અંદર નોકરીઓ અને શિક્ષામાં સમુદાયને અનામત આપવા માટે કાયદો બનાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે પરંતુ હાઈકોર્ટે આ નિર્ણય પર રોક લગાવી દીધી અને સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. સુપ્રીમ કોર્ટના 1992ના ચુકાદા મુજબ 50 ટકાથી વધુ અનામત આપી શકાય નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news