'યુવતી સાથે ફોટો વાયરલ કરવાની મળી હતી ધમકી', નરેન્દ્ર ગિરીની સ્યુસાઇડ નોટના 20 ખુલાસા

મહંત નરેન્દ્ર ગિરીના મોત બાદ મળેલી સ્યુસાઇડ નોટમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. તેમાં સ્પષ્ટ લખ્યુ છે કે તે 13 સપ્ટેમ્બરે આત્મહત્યા કરવા ઈચ્છતા હતા, પરંતુ હિંમત ન કરી શક્યા. ખાસ વાત છે કે જે પત્ર પોલીસને મળ્યો હતો તેમાં 13 તારીખ લખવામાં આવી હતી, બાદમાં તેની જગ્યાએ તારીખ 20 સપ્ટેમ્બર લખવામાં આવી હતી.
 

'યુવતી સાથે ફોટો વાયરલ કરવાની મળી હતી ધમકી', નરેન્દ્ર ગિરીની સ્યુસાઇડ નોટના 20 ખુલાસા

પ્રયાગરાજઃ નિરંજની અખાડાના મહંત અને અખિલ ભારતીય અખાડા પરિષદ (Akhada Parishad) ના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી  (Mahant Narendra Giri) ના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં થયેલા મોતનું રહસ્ય વધુ ગાઢ બની રહ્યુ છે. આ ઘટનાને લઈને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. તેમનો મૃતદેહ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત બાધમ્બરી મઠના રૂમમાં ફાંસીથી લટકેલો મળ્યો હતો. મૃતદેહની પાસે મળેલી સ્યુસાઇડ નોટમાં શિષ્ય આનંદ ગિરી સહિત અનેક લોકોના નામ હતા. મહંતના રૂમમાં મળેલી સ્યુસાઇડ નોટમાં લખેલું છે કે તેમનો ફોટો યુવતી સાથે યાવરલ થવાની ધમકી આપવામાં આવી રહી હતી. 

સ્યુસાઇડ નોટમાં શું છે?
મહંત નરેન્દ્ર ગિરીના મોત બાદ મળેલી સ્યુસાઇડ નોટમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. તેમાં સ્પષ્ટ લખ્યુ છે કે તે 13 સપ્ટેમ્બરે આત્મહત્યા કરવા ઈચ્છતા હતા, પરંતુ હિંમત ન કરી શક્યા. ખાસ વાત છે કે જે પત્ર પોલીસને મળ્યો હતો તેમાં 13 તારીખ લખવામાં આવી હતી, બાદમાં તેની જગ્યાએ તારીખ 20 સપ્ટેમ્બર લખવામાં આવી હતી. નરેન્દ્ર ગિરીએ આ સ્યુસાઇડ નોટમાં 5 વખત મોતના જવાબદારોના નામ લખ્યા હતા. તેમાં સૌથી શંકાસ્પદ વ્યક્તિ આનંદ ગિરી, આદ્યા તિવારી, સંદીપ તિવારી સહિત ઘણા લોકોના નામ સામેલ છે. 

1. ત્રણ-ત્રણ કાગળ હતા એટલે કે કુલ 12 પેજનું સ્યુસાઇડ નોટ છે. અધ્યક્ષ શ્રી મઠ બાધમ્બરીના લેટર પેડ પર સ્યુસાઇડ નોટ લખવામાં આવી છે. 

2. હું ખુબ દુખી થઈને આત્મહત્યા કરી રહ્યો છું. 

3. હું ખુબ દુખી છું, મારા મોતની જવાબદારી આનંદ ગિરી, આદ્યા તિવારી અને સંદીપ તિવારીની છે. 

4. પ્રયાગરાજ પોલીસને વિનંતી છે કે આ ત્રણેય વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરે, જેથી મારી આત્માને શાંતિ મળે. 

5. મહંત નરેન્દ્ર ગિરીએ લખ્યુ છે કે તે 13 સપ્ટેમ્બરે આત્મહત્યા કરવા ઈચ્છતા હતા, પરંતુ હિંમત ન કરી શક્યા. 

6. મહંત નરેન્દ્ર ગિરીએ લખ્યુ કે, હરિદ્વારમાં સૂચના મળી કે આનંદ ગિરી કમ્પ્યૂટરના માધ્યમથી મોબાઇલથી કોઈ ખોટુ કામ કરતો મારો ફોટો લગાવી વાયરલ કર્યો હતો. મેં વિચાર્યુ કે સ્પષ્ટતા કોને-કોને કરીશ, બદનામી થશે. તેથી હું આત્મહત્યા કરી રહ્યો છું. મારા મોતના જવાબદાર આનંદ ગિરી, આદ્યા તિવારી, સંદીપ તિવારી હશે. 

7. મહંત નરેન્દ્ર ગિરીએ લખ્યુ કે આનંદ ગિરીએ અસત્ય, ખોટા અને પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. ત્યારથી હું માનસિક દવાબમાં જીવી રહ્યો છું. 

8. મહંતે લખ્યુ કે જ્યારે પણ હું એકાંતમાં રહુ છું, મારી મરી જવાની ઈચ્છા હોય છે, આ ત્રણેયે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, બધુ હું મારા હોશમાં લખી રહ્યો છું, મારા ઉપર કોઈ દબાણ નથી. આ ત્રણેયે મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા અને સમાચાર પત્રમાં મારા ચરિત્ર પર અનેક આરોપ લગાવવામાં આવ્યા છે. હું મરવા જઈ રહ્યો છું. હું સત્ય બોલીશ.

9. આનંદ ગિરી દ્વારા જે પણ આરોપ લગાવવામાં આવ્યા તેનાથી મારી અને મઠ મંદિરની બદનામી થઈ. હું ખુબ દુખી છું. હું આત્મહત્યા કરી રહ્યો છું. મારા મોતની સંપૂર્ણ જવાબદારી આનંદ ગિરી, આદ્યા પ્રસાદ તિવારી જે મંદિરના પૂજારી છે, આદ્યા પ્રસાદના પુત્ર સંદીપ તિવારીની હશે. 

10. હું સમાજમાં હંમેશા શાનથી જીવ્યો, પરંતુ આનંદ ગિરીએ મને ખોટી રીતે બદનામ કર્યો. 

11. મારી અંતિમ ઈચ્છા છે કે મારૂ સમાધી સ્થળ ગાદી પર ગુરૂ જીની નજીક લીંબુના ઝાનની પાસે લગાવવામાં આવે.

12. પ્રિય બલવીર, ઓમ નમો નારાયણ. પ્રયાસ કરવાનો છે કે મઠ મંદિરની વ્યવસ્થા જેમ મેં કરી તેમ ચાલતી રહે. 

13. પરમ પૂજ્ય મહંત હરિ ગોવિંદ પૂરી જીને નિવેદન છે કે મહંત બલવીર ગિરીને ઉત્તરાધિકારી બનાવવા. 

14. આશુતોષ અને નીતેશ બધા મહાત્મા બલવીરનો સહયોગ કરે.

15. મહંત રવિન્દ્ર તમે હંમેશા મારો સાથ આપ્યો, મારા મોત બાદ બલવીરનો સાથ આપવો. 

16. મારી અંતિમ ઈચ્છા છે કે ધનંજય મારા રૂમની ચાવી પણ બલવીર ગિરી જીને સોંપી દે. 

17. આદિત્ય મિશ્ર અને શૈલેન્દ્ર સિંહ રિયલ એસ્ટેટ પાસેથી 25-25 લાખ રૂપિયા માંગવાના છે. 

18. સ્યુસાઇડ નોટ પર મહંત નરેન્દ્ર ગિરીના નામના હસ્તાક્ષર પણ છે. 

19. બલવીર જી, મારા શિષ્યોનું ધ્યાન રાખવુ. મનીષ શુક્લા, અભિષેક મિશ્ર અને શિવાંક મિશ્ર મારા અતિ પ્રિય છે. કોરોના કાળમાં સુમિત તિવારીએ મારી મદદ કરી. મંદિરમાં માળા ફૂલની દુકાન સુમિત તિવારીને આપી. 

20. મઠની સંપત્તિની જવાબદારી કોને આપવામાં આવે, તેનો પણ ઉલ્લેખ નોટમાં છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news