AUKUS બન્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ PM મોદીને કર્યો ફોન, કહ્યું- હિંદ મહાસાગરમાં સાથે કરીશું કામ


મોદી અને મેક્રોને બધા ક્ષેત્રોમાં વિશેષ કરીને આર્થિક મોર્ચા પર દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાની વાત કહી છે. 

AUKUS બન્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ PM મોદીને કર્યો ફોન, કહ્યું- હિંદ મહાસાગરમાં સાથે કરીશું કામ

નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોએ 21 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરી છે. બંને નેતાઓએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગને લઈને વાતચીત કરી છે. બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા દ્વારા ઓકસ ગ્રુપ બનાવ્યા બાદ મેક્રોએ પ્રથમવાર પીએમ મોદી સાથે વાત કરી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે મેક્રો અને મોદીએ અફઘાનિસ્તાનમાં સંકટ જેવા મુદ્દે પણ ચર્ચા કરી છે. 

બંને નેતાઓએ એક ખુલ્લા અને સમાવેશી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સંયુક્ત રૂપથી કાર્ય કરવાની પોતાની સામાન્ય ઈચ્છાની પુષ્ટિ કરી છે. આ દ્રષ્ટિકોણનો ઉદેશ્ય કોઈપણ પ્રકારના આધિપત્યને નકારતા પ્રાદેશિક સ્થિરતા અને કાયદાના શાસનને પ્રોત્સાહન આપવાનું છે. બંને નેતાઓએ જળવાયુ પરિવર્તન, આતંકવાદને લઈને પણ વાત કરી છે. 

મોદી અને મેક્રોને બધા ક્ષેત્રોમાં વિશેષ કરીને આર્થિક મોર્ચા પર દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાની વાત કહી છે. 

મહત્વનું છે કે પાછલા સપ્તાહે ઓસ્ટ્રેલિયા દ્વારા ફ્રાન્સની સાથે પોતાના પાછલા પરમાણુ સબમરીન સોદાને રદ્દ કર્યા બાદ ફ્રાન્સે સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news