કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં રાહુલ ગાંધીના ભાષણમાં ગરબડ, ડુંગળીને ગણાવી 200 રૂપિયે કિલો અને...

કોંગ્રેસ (Congress) દ્વારા દિલ્હીના રામલીલા મેદાન (Ramlila Maidan)માં આયોજિત ભારત બચાવો રેલીમાં પાર્ટી નેતા રાહુલ ગાંધીએ પોતાના 'રેપ કેપિટલ'વાળા નિવેદન પર સ્પષ્ટપણે માફી માંગવાની ના પાડી દીધી અને કહ્યું કે મને સંસદમાં ભાજપે સાચી વાત બોલતાં માફી માંગવા માટે કહ્યું...મારું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે.

કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં રાહુલ ગાંધીના ભાષણમાં ગરબડ, ડુંગળીને ગણાવી 200 રૂપિયે કિલો અને...

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) દ્વારા દિલ્હીના રામલીલા મેદાન (Ramlila Maidan)માં આયોજિત ભારત બચાવો રેલીમાં પાર્ટી નેતા રાહુલ ગાંધીએ પોતાના 'રેપ કેપિટલ'વાળા નિવેદન પર સ્પષ્ટપણે માફી માંગવાની ના પાડી દીધી અને કહ્યું કે મને સંસદમાં ભાજપે સાચી વાત બોલતાં માફી માંગવા માટે કહ્યું...મારું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે. હું માફી નહી માંગૂ. આ સાથે જ તેમણે પીએમ નરેંદ્ર મોદી અને તેમની સરકાર પર વિભિન્ન મુદ્દાઓને લઇને પ્રહાર કર્યા. 

રેલીમાં પોતાના સંબોધનની શરૂઆત કરતાં રાહુલ ગાંધીએ મંચ પરથી કહ્યું કે 'મુકુલ વાસનિક ક્યાં છો તમે? તમે નાનકડા મેદાનમાં આટલા બબ્બર શેર અને શેરનીઓ કેવી રીતે એકઠા કરી દીધા. જુઓ આ એકસાથે પ્રેમથી ઉભા છે. કોંગ્રેસના કાર્યકર્તા કોઇનાથી ડરતા નથી. એક ઇંચ પાછળ હટતા નથી. દેશ માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર રહે છે.

તેમણે પોતાના રેપ કેપિટલવાળા નિવેદન પર ભાજપ તરફથી માંગવની માંગને લઇને કહ્યું કે પોતાના નિવેદન માટે ક્યારેય માફી નહી માંગું. મરી જઇશ, પરંતુ માફી નહી માંગુ. ના તો કોંગ્રેસી માફી નહી માંગે.

રાહુલ ગાંધીએ કહ્યું કે સૌથી પહેલાં આ દેશની આત્મા આ દેશની અર્થવ્યવસ્થા હતી, જે આજે નથી. પહેલાં દુનિયા અમારી તરફ જોતી હતી અને કહેતી હતી કે ભારતમાં આ શું (આર્થિક વિકાસ) થઇ રહ્યો છે. અલગ-અલગ ધર્મો, જાતિઓ અને વિચારધારાઓવાળો આ દેશ 9 ટકા જીડીપી પર કેવી રીતે ચાલી રહ્યો છે. ચીન અને ભારતનું ભવિષ્ય. અને આ જુઓ ડુંગળીને પકડીને બેઠા છે. આજે ડુંગળી 200 રૂપિયે કિલો છે.

પીએમ મોદીએ દેશની અર્થવ્યવસ્થાને એકલાએ જ નષ્ટ કરી દીધી. તે (પીએમ નરેંદ્ર મોદી) રાતે 8 વાગે ટીવી પર આવ્યા અને કહ્યું ભાઇઓ અને બહેનો 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવા જઇ રહ્યો છું અને દેશની અર્થવ્યવસ્થા પર તેમણે ઇજા પહોંચાડી. જેના નુકસાનની ભરપાઇ આજ સુધી થઇ શકી નથી. નોટબંધીને કાળાનાણા અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઇ ગણાવી અને ખોટું કહેવામાં આવ્યું. માતા-બહેનો અને યુવાનોના ઘરોમાંથી અને ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને લાખો કરોડો રૂપિયા અદાણી અને અનિલ અંબાણીના હવાલે કરી દીધા. ત્યારબાદ ગબ્બર સિંહ ટેક્સ.

તેમણે આગળ કહ્યું કે મનમોહન સિંહ અને પી ચિદંબરમે તેમણે કહ્યું કે તેને પાયલોટ પ્રોજેક્ટ વિના લાગૂ ન કરો. તેનાથી આખા દેશને નુકસાન થશે. પરંતુ મોદી જી કહે છે કે ના હું તો રાતો રાત ટેક્સ લાગૂ કરીને બતાવીશ અને કરી બતાવ્યું. અને શું કહ્યું. આજે સૌથી વધુ બેરોજગારી દેશમાં છે. પહેલાં દેશની 9 ટકા જીડીપી ગ્રોથ રેટ હતી, જે આજે 4 ટકા રહી ગઇ છે. આજે આપણી રીતે માપીએ તો જીડીપી 2.5 ટકા રહી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news