રાહુલ કોઇ બિમાર વ્યક્તિ પાછળ આવી હલકી રાજનીતિ કઇ રીતે કરી શકે: પર્રિકર

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે રાહુલ ગાંધી પર શિષ્ટાચારની તુલનાએ તેમની સાથે કરવામાં આવેલી મુલાકાતને તુચ્છ રાજનીતિક ફાયદા માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો

રાહુલ કોઇ બિમાર વ્યક્તિ પાછળ આવી હલકી રાજનીતિ કઇ રીતે કરી શકે: પર્રિકર

પુણે : છેલ્લા ઘણા સમયથી બિમાર ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શિષ્ટાચારની દ્રષ્ટીએ તેમની કરવામાં આવેલી મુલાકાતને તુચ્છ રાજનીતિક ફાયદા માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ અધ્યક્ષને લખાયેલા પત્રમાં પર્રિકરે કહ્યું કે, તે બંન્ને વચ્ચે પાંચ મિનિટની મુલાકાતમાં રાફેલ મુદ્દાનો કોઇ ઉલ્લેખ નહોતો થયો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કેરળમાં બુથ સ્તરીય પાર્ટી કાર્યકર્તાઓની બેઠકમાં દાવો કર્યો હતો કે પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે સ્પષ્ટ રીતે કહ્યું છેકે નવા સોદાથી તેમના કોઇ જ લેવા દેવા નથી. 

પણજીમાં રાજ્ય સચિવાલય પરિસરમાં ગોવાના મુખ્યમંત્રી પર્રિકર સાથે મુલાકાતની થોડી કલાકો બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું.  રાહુલ ગાંધીએ લખેલા એક પત્રમાં પર્રિકરે કહ્યું કે, મને નિરાશા થઇ કે પોતાનાં રાજનીતિક ફાયદા માટે શિષ્ટાચાર મુલાક કરી. 5 મિનિટની મુલાકાતમાં ન તો તમારા તરફથી ન તો અમારા તરફતી રાફેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે, શિષ્ટાચાર મુલાકાત બાદ રાજનીતિક ફાયદા માટે આ પ્રકારનું નિવેદન આપવાથી મારા મનમાં તમારી નીય અને તમારી મુલાકાતો પર સવાલ ઉઠી રહ્યા છે. 

manohar parrikar

પર્રિકરે રાહુલ ગાંધીને લખ્યું કે, વગર કોઇ પૂર્વ માહિતીએ તેઓ તબિયત પુછવા માટે આવ્યા હતા, રાજનીતિક ભાવનાથી ઉપર ઉઠીને એક અસ્વસ્થની તબિયત પુછવી સારી પરંપરા છે. તેમણે પણ રાહુલનું આવવું સારુ લાગ્યું. જો કે આ યાત્રા મુદ્દે આજે સવારે જે નિવેદન આપ્યું તે ખુબ જ આધાતજનક છે. સમાચારપત્રમાં વાંચીને તેમને આશ્ચર્ય પણ થયું કે, તેમણે રાહુલને રાફેલ મુદ્દે જણાવ્યું છે. તમે કહ્યું કે, રાફેલ મુદ્દે હું (મનોહર પર્રિકર) ક્યાયં નહોતું. મને કોઇ માહિતી નહોતી જ્યારે એવું નથી. વાસ્તવમાં આ મુલાકાત દરમિયાન રાફેલનો કોઇ ઉલ્લેખ નથી થયો. 

ગોવાના મુખ્યમંત્રીએ લખ્યું કે, તેમણે વિચાર્યું હતું કે, રાહુલનું આવવું અને શુભકામનાઓ મારા માટે આ પ્રતિકુળ સ્થિતીમાં સંબલ પ્રદાન કરસે. તેમણે કહ્યું કે, પરંતુ તેઓ તે ન સમજી શક્યાં તે રાહુલનો આવવા પાછળનો ઇરાદો અલગ જ હતો. કોઇ બિમાર અને અસ્વસ્થ વ્યક્તિની મુલાકાત પાછળ આટલી તુચ્છ રાજનીતિ કરવી રાજનીતિકનું નિમ્ન સ્તર.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news