ઈજાગ્રસ્ત નેમાર 10 સપ્તાહ માટે ફુટબોલમાંથી બહાર

નેમાર સેન્ટ જર્મન તરફથી માનચેસ્ટર યૂનાઈટેડ વિરુદ્ધ અંતિમ 16ના બંન્ને રાઉન્ડની મેચ રમી શકશે નહીં. 

ઈજાગ્રસ્ત નેમાર 10 સપ્તાહ માટે ફુટબોલમાંથી બહાર

પેરિસઃ નેમાર સેન્ટ જર્મન તરફથી માનચેસ્ટર યૂનાઈટેડ વિરુદ્ધ અંતિમ-16ના બંન્ને રાઉન્ડના મેચમાં રમશે નહીં. આ ફ્રાન્સની ક્લબે મંગળવારે પુષ્ટિ કરી કે વર્લ્ડનો સૌથી મોંઘો ખેલાડી પગની ઈજાને કારણે 10 સપ્તાહ બહાર રહેશે. 

નેમારનું ઓપરેશન નહીં થાય અને પીએસજીએ કહ્યું કે, આ બ્રાઝીલી સ્ટાર તે માટે બીજી સારવાર લેશે. જો ટીમ ચેમ્પિયન્સ લીગના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચે છે તો નેમાર ત્યાં સુધી ફિટ થઈ જશે તેવી આશા છે. 

નેમાર ગત સપ્તાહે પીએસજીના ફ્રેન્ચ કપમાં સ્ટ્રોસબોર્ગ વિરુદ્ધ જીત દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો તથા કોચ થોમસ ટચેલે પહેલા કહ્યું હતું કે, આ સ્ટ્રાઇકર યૂનાઈટેડ વિરુદ્ધ 12 ફેબ્રુઆરીએ રમાનારી પ્રથમ રાઉન્ડની મેચમાં રમી શકશે નહીં. 

ટૂર્નામેન્ટનો બીજો રાઉન્ડ 6 માર્ચથી રમાશે પરંતુ નેમાર તેમાં પણ રમશે નહીં. ક્વાર્ટર ફાઇનલનો પ્રથમ રાઉન્ડ 9 અને 10 એપ્રિલે રમાશે, જ્યારે તેના આગામી સપ્તાહે બીજા ચરણની મેચ રમાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news