જ્યારે જાહેરમાં પર્રિકરે કહ્યું કે અડવાણી ઉતરી ગયેલા અથાણા જેવા વ્યક્તિ છે !
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે 17 માર્ચ 2019ના રોજ નિધન થઇ ગયું હતું. પર્રિકરની છબી એક ઇમાનદાર, સાદગીપસંદ અને સમર્પિત નેતા તરીકેની રહી હતી.
Trending Photos
નવી દિલ્હી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે 17 માર્ચ 2019ના રોજ નિધન થઇ ગયું હતું. પર્રિકરની છબી એક ઇમાનદાર, સાદગીપસંદ અને સમર્પિત નેતા તરીકેની રહી હતી. પર્રિકરે ગોવાના મુખ્યમંત્રી તરીકે ચાર વખત પોતાની સેવાઓ આપી. સાથે જ પર્રિકર સંરક્ષણ મંત્રી પર રહી ચુક્યા હતા. કદાચ આંગળીનાં વેઢે ગણી શકાય તેવા નેતાઓ હશે જેમના નામ ક્યારે વિવાદ સાથે જોડાયા નહી હોય. પર્રિકર આવા નેતાઓમાં સર્વોચ્ચ હતા. જો કે તેઓ ઘણી વખત પોતાનાં નિવેદનના કારણે વિવાદોમાં આવી ગયા હતા. આવા જ તેમનાં કેટલાક નિવેદન...
અસહિષ્ણુતા અંગેનું તેમનું નિવેદન
2015માં સમગ્ર દેશમાં અસહિષ્ણુતા મુદ્દે લાંબો વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અનેક વૈજ્ઞાનિકો, લેખકો, ફિલ્મ નિર્માતાઓએ અસહિષ્ણુતા અંગે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર પરત કર્યાહ તા. બીજી તરફ આમિર ખાને પણ અસહિષ્ણુતા અંગે પોતાની પત્ની કિરણ રાવ સાથેની વાતચીતનો હવાલો ટાંકીને એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સતત થઇ રહેલી ઘટનાઓથી અમે ચિંતિત છીએ અને કિરણે સલાહ આપી કે તેમણે સંભવત દેશ છોડી દેવો જોઇએ.
આજે વાત એવા એક સાલસ અને નિષ્કલંક નેતાની જેણે અંતિમ શ્વાસ સુધી દેશની સેવા કરી
આ નિવેદન સામે આવ્યા બાદ તત્કાલીન સંરક્ષણ મંત્રી રહેલા પર્રિકરે આમિરનું નામ લીધા વગર જ કહ્યું કે, એક અભિનેતાએ કહ્યું છે કે તેમની પત્ની ભારત બહાર જવા માંગે છે. આ ઘમંડી નિવેદન છે. જે લોકો દેશની વિરુદ્ધ બોલે છે તેમને આ દેશના લોકો દ્વારા પાઠ ભણાવવામાં આવે તે ખુબ જ જરૂરી છે.
ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીને બગડેલુ અથાણુ ગણાવ્યા હતા.
વર્ષ 2009માં લાલકૃષ્ણ અડવાણીનાં નેતૃત્વમાં લડાયેલી લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ પર્રિકરે અડવાણીને સડેલુ અથાણુ ગણાવ્યા હતા. કહેવાય છે કે જે સમયે નીતિન ગડકરી ભાજપ અધ્યક્ષ બન્યા હતા, તે સમયે પર્રિકરનાં નામ અંગે પણ ચર્ચા હતી. કહેવાય છે કે ભાજપ અધ્યક્ષ બનવાની દોડમાં રહેલા પર્રિકરની ગીલ્લી અડવાણીનાં કારણે જ ખેડવી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પર્રિકર ઘણા સમય પહેલાથી જ રાજનીતિમાંલોન્ચ કરવા અંગે વારંવાર જણાવતા રહ્યા હતા.
સર્જીકલ સ્ટ્રાઇકને સંઘની શિક્ષા ગણાવી હતી
સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતીય સેનાએ પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. ભારતીય સેનાનાં આ ઓપરેશનમાં 50થી વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તે સમયે સંરક્ષણ મંત્રી રહેલા પર્રિકરે કહ્યું કે, સ્ટ્રાઇકનો શ્રેય વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ને જાય છે. આ સ્ટ્રાઇક પાછળ સંઘનું શિક્ષણ છે. તેમણે એમ પણ કહ્યું કે, અમદાવાદમાં તો કોઇ સર્જીકલ સ્ટ્રાઇકનો પુરાવો નહી માંગે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે