લોન ચુકવવા માટે કિડની વેચવા કાઢી, ઓનલાઈન મળ્યો એક નંબર, કોલ કર્યો તો થઈ ગઈ 6 લાખની છેતરપિંડી

બેંગલુરૂમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં દેવામાં ડૂબેલા એક વ્યક્તિએ જ્યારે પોતાની કિડની વેચવા કાઢી તો તેની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ.

લોન ચુકવવા માટે કિડની વેચવા કાઢી, ઓનલાઈન મળ્યો એક નંબર, કોલ કર્યો તો થઈ ગઈ 6 લાખની છેતરપિંડી

નવી દિલ્હીઃ કંગાલી મેં આટા ગીલા, આ કહેવત તો તમે સાંભળી હશે. કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં સામે આવેલો એક મામલો આ ઉદાહરણ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. હકીકતમાં એક ચાર્ટેડ એકાઉન્ટેન્ટે પોતાનું દેવું ચુકવવા માટે કિડની વેચવાનું વિચાર્યું પરંતુ તેને ક્યાં ખબર હતી કે ઠગ તેની આ મજબૂરીનો ફાયદો ઉઠાવી 6 લાખનો ચૂનો લગાવી દેશે. સેન્ટ્રલ સીઈએન ક્રાઇમ પોલીસે 28 ફેબ્રુઆરીએ એક કેસ દાખલ કર્યો છે. પોલીસે પીડિતનું નામ જાહેર કર્યું નથી. 

પોતાની ફરિયાદમાં પીડિતે જણાવ્યું કે તે ઓનલાઈન એવા લોકો શોધી રહ્યો હતો જેને કિડનીની જરૂરીયાત હોય, આ શોધ દરમિયાન તેને www.kidneysuperspecialist.org નામની એક વેબસાઇટ જોવા મળી. તેણે કહ્યું કે આ વેબસાઇટ પર એક નંબર (9631688773) આપવામાં આવ્યો હતો, જેના પર કોલ કરવાનું કહેવામાં આવ્યું.

કોલ કરવા પર શું થયું?
પીડિતે જણાવ્યું કે જ્યારે તેણે આપેલા નંબર પર કોલ કરવામાં આવ્યો તો તેને કહેવામાં આવ્યું કે તે પોતાનું નામ, ઉંમર અને બ્લડગ્રુપ વોટ્સએપ પર શેર કરે. જ્યારે તેણે જણાવ્યું કે તેનું બ્લડ ગ્રુપ AB નેગેટિવ છે તો ઠગે તેને કહ્યું કે એક કિડની માટે 2 કરોડ સુધી મળી શકે છે. તેને કહેવામાં આવ્યું કે અડધા પૈસા એડવાન્સમાં મળી જશે. પીડિત આ ડીલથી લલચાયો. તેને આધાર અને પાન કાર્ડ મોકલવા માટે એક આઈડી doctordineshkullar@gmail.com આપવામાં આવ્યું હતું. 

શરૂ થયો પૈસા માંગવાનો સિલસિલો
પીડિત વ્યક્તિ આગળ જણાવે છે કે મારી પાસે એનઓસી માટે 8000 રૂપિયા માંગવામાં આવ્યા. ત્યારબાદ એક કોડ ખરીદવા માટે 20,000 રૂપિયા માંગવામાં આવ્યા. કોડ ખરીદ્યા બાદ તેને ઓપરેટ કરવા માટે 85000 રૂપિયા માંગવામાં આવ્યા. 2 માર્ચે પીડિત પાસે 5 લાખ રૂપિયા ટેક્સ ક્લિયરન્સ માટે માંગવામાં આવ્યા જેથી તેના એકાઉન્ટમાં કોઈ મુશ્કેલી વગર પૈસા ટ્રાન્સફર કરી શકાય.

ક્યારે થયો છેતરપિંડીનો આભાસ
પીડિત અત્યાર સુધી તે વાતથી અજાણ હતો કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે. તેને શંકા ત્યારે ગઈ જ્યારે તેની પાસે એક મહિલાનો કોલ આવ્યો અને તેણે ખુદને એસબીઆઈ કર્મચારી ગણાવી. મહિલાએ કહ્યું કે એન્ટી ડ્રગ અને ટેરરિસ્ટ ક્લિયરન્સ ફોર્મ માટે તેણે 7.6 લાખ રૂપિયા આપવા પડશે. પીડિત પ્રમાણે, 'મને આભાસ થયો કે કંઈક ગડબડ છે અને મેં પેમેન્ટ કર્યું નહીં. તેણે મને મેલ દ્વારા એક ફોર્મ મોકલ્યું હતું. મેં મારા બોસ અને કેટલાક મિત્રોને કોલ કર્યો. તેમણે મને જણાવ્યું કે આ એક સ્કેમ છે અને મારે તત્કાલ પોલીસ પાસે ફરિયાદ નોંધાવવી જોઈએ.' આ ઘટનામાં આઈપીસીની કલમ 420 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news