VIDEO: ભાન ભૂલ્યા મમતા બેનર્જી, કહ્યું-'મોદીને લોકશાહીનો લાફો મારવાનું મન થાય છે'

લોકસભા ચૂંટણી 2019ના ઘમાસાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનું ઘર્ષણ ચરમસીમાએ છે.

VIDEO: ભાન ભૂલ્યા મમતા બેનર્જી, કહ્યું-'મોદીને લોકશાહીનો લાફો મારવાનું મન થાય છે'

કોલકાતા: લોકસભા ચૂંટણી 2019ના ઘમાસાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનું ઘર્ષણ ચરમસીમાએ છે. વાર અને પલટવારનો દોર ચાલુ છે. પુરુલિયામાં આયોજિત એક રેલીમાં મમતા બેનર્જીએ કહ્યું કે' 'તેમનું મન મોદીને લોકશાહીનો લાફો મારવાનું છે.' 

મમતાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે હું સેલરી કે પેન્શન લેતી નથી. હું પુસ્તકો લખુ છું અને તે બેસ્ટ સેલર છે. હું પેન્ટિંગના પૈસા લેતી નથી. મને પૈસાની જરૂર નથી. હું આ રીતે પાર્ટી ચલાવું છું. રૂપિયા પૈસા મારા માટે કોઈ મહત્વ ધરાવતા નથી. જ્યારે નરેન્દ્ર મોદી બંગાળ આવીને બોલે છે કે મમતા બેનર્જીની સરકાર પૈસા ભેગા કરે છે, તે સાંભળતા જ મારું મન કરે છે કે જોરથી લોકશાહીનો એક લાફો મારું.'મમતા બેનર્જીના આ નિવેદન બાદ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ વધુ વણસવાના પૂરેપૂરા આસાર છે. 

— ANI (@ANI) May 7, 2019

મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટણી સમયે પશ્ચિમ બંગાળના પ્રવાસે આવેલા મોદીએ કહ્યું કે તેમની સરકારે દુર્ગાપૂજા અને અન્ય હિન્દુ અનુષ્ઠાનોને કરવાની મંજૂરી આપી નહીં. તેમણે પૂછ્યું કે, 'શું તમે આ આરોપો પર ભરોસો કરશો.' તેમણે લોકોને જય શ્રી રામ નહીં બોલવા દેવાના વડાપ્રધાનના દાવા પર કહ્યું કે, 'હું નારા લગાવવામાં તેમનો (ભાજપ) સાથ નહીં આપું. તેની જગ્યાએ હું કહીશ જય હિન્દ.'

આ અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યમાં લોકોને 'જય શ્રી રામ'ના નારા લગાવવા દેતા નથી. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જો 'રામ'નું નામ ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લેવાશે. એક ચૂંટણી સભાને અહીં સંબોધતા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાલમાં ચૂંટણી રાજ્યમાં લોકતંત્રને બહાલ કરવા માટે છે. 

જુઓ LIVE TV

અહીંની એક ચૂંટણી સભામાં અમિત શાહે કહ્યું કે, "ભગવાન રામ એ ભારતીય સંસ્કૃતિનો ભાગ છે... શું તેમનું નામ લેતા કોઈ કોઈને રોકી શકે? હું મમતા દીદીને પૂછવા માંગુ છું કે જો શ્રીરામનું નામ ભારતમાં ન લેવાય તોશું તે પાકિસ્તાનમાં જપવામાં આવશે?"

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news