Bengal Election: યુદ્ધનું મેદાન બન્યું નંદીગ્રામ, પોલિંગ બૂથથી મમતાએ રાજ્યપાલને કર્યો ફોન, નોંધાવી ફરિયાદ

West Bengal Election: નંદીગ્રામમાં મતદાન દરમિયાન ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ. આ દરમિયાન પોલિંગ બૂથની સ્થિતિ જાણવા પહોંચેલા મમદા બેનર્જી ફસાઈ ગયા. ત્યારબાદ મુખ્યમંત્રીએ રાજ્યપાલને ફોન કરી સ્થિતિની માહિતી આપી હતી. 
 

Bengal Election: યુદ્ધનું મેદાન બન્યું નંદીગ્રામ, પોલિંગ બૂથથી મમતાએ રાજ્યપાલને કર્યો ફોન, નોંધાવી ફરિયાદ

નંદીગ્રામઃ પશ્ચિમ બંગાળ (West Bengal Election) માં બીજા તબક્કાના મતદાન દરમિયાન નંદીગ્રામ જંગનું મેદાન બની ગયું છે. મમતા બેનર્જી અહીં એક પોલિંગ બૂથ પર પહોંચતા ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થિતિ એવી ઊભી થઈ કે મમતા બેનર્જી પોલિંગ બૂથની અંદર ફસાઈ ગયા. તેમણે રાજ્યપાલ જગદીપ ધનખડને કોલ કરી આરોપ લગાવ્યો કે ભાજપના લોકો અહીં કોઈને મતદાન કરવા દેતા નથી. 

મમતા બેનર્જીએ નંદીગ્રામની સ્થિતિને લઈને રાજ્યપાલ જગદીપ ધનખડને કોલ કર્યો. મમતા બેનર્જીએ કહ્યુ કે, કાયદો-વ્યવસ્થા ચૂંટણી પંચ હેઠળ છે. મમતા બેનર્જીએ રાજ્યપાલને તે પણ જણાવ્યું કે, ઉપદ્રવને કારણે તે પોલિંગ બૂથની અંદર ફસાયા છે. તો ચૂંટણી ડેપ્યુટી કમિશનર સુદીપ જૈને પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અદિકારીને કોલ કરી નંદીગ્રામ અને કેશપુરની સ્થિતિ પર રિપોર્ટ માંગ્યો છે. 

— ANI (@ANI) April 1, 2021

હું અપીલ કરી રહી છું સ્થિતિ જુઓ અહીં
મમતા બેનર્જીએ પોલિંગ બૂથથી રાજ્યપાલને કોલ કરી રહ્યું, 'તે (ભાજપ વર્કર) લોકો અહીંના સ્થાનીક લોકોને મતદાન કરવા દેતા નથી. સવારથી હું તેના વિશે વાત કરી રહી છું, હવે હું અપીલ કરુ છું કે મહેરબાની કરી સ્થિતિ જુઓ.' આ પહેલા બેનર્જીએ કહ્યું હતું કે જે લોકો નારા લગાવી રહ્યાં છે તે બહારના છે. આ લોકો યૂપી અને બિહારથી આવ્યા છે. તેને કેન્દ્રીય દળોની સુરક્ષા મળેલી છે. 

— ANI (@ANI) April 1, 2021

રાજ્યપાલે આપ્યું યોગ્ય પગલા ભરવાનું આશ્વાસન
મમતાની ફરિયાદ બાદ રાજ્યપાલ જગદીપ ધનખડે યોગ્ય કાર્યવાહીના આદેશ આપ્યા છે. રાજ્યપાલે ટ્વીટ કર્યુ, મમતા બેનર્જીએ એક ચિંતા વ્યક્ત કરી છે. મેં તેમને યોગ્ય કાર્યવાહીનો વિશ્વાસ અપાવ્યો છે. આશા છે કે યોગ્ય ભાવનાથી કામ કરી શકાશે જેથી લોકતંત્ર આગળ વધી શકે.

બૂથની બહાર કલમ 144 લાગૂ
બંગાળમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. મમતા બેનર્જી છેલ્લા પાંચ દિવસથી નંદીગ્રામમાં હાજર છે. કેટલાક પોલિંસ બુથ પર વોટિંગ રોકાવાની ફરિયાદ બાદ તેઓ ત્યાં પહોંચ્યા હતા. અહીં મમતા વિરુદ્ધ નારેબાજી શરૂ થઈ અને ટીએમસી ભાજપના કાર્યકર્તા આમને-સામને આવી ગયા હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news