Fashion: ભારતે લંગોટને તરછોડીને કેમ અપનાવી Underwear? જાણો કઈ રીતે કરોડોમાં પહોંચી ગયું ટર્નઓવર

ધોતિને સંભાળજો, ધોતિયા ઢીલા થઈ જશે.આવા ડાયલોગ ફિલ્મોમાં અને કહેવતોમાં તમે ઘણી વખત વાંચ્યા હશે અથવા સાંભળ્યા હશે.પરંતુ હવે તો લંગોટ જ નથી રહી.એટલે માત્ર ડાયલોગ અને કહેવતો પુરતી મર્યાદિત થઈ ગઈ છે ધોતી. 

Fashion: ભારતે લંગોટને તરછોડીને કેમ અપનાવી Underwear? જાણો કઈ રીતે કરોડોમાં પહોંચી ગયું ટર્નઓવર

નરેશ ધારાણી, અમદાવાદઃ ફિલ્મોમાં, ડાયલોગમાં, કહેવતમાં અને વાતોમાં લંગોટનો આટલો ઉલ્લેખ થાય છે.ત્યારે સવાલ એ થાય છે તો પછી આજે લંગોટ દેખાતી કેમ નથી.કેમ માત્ર પહેલવાનો અને પૂજા પુરતી મર્યાદિત થઈ ગઈ લંગોટ, કેમ આપણે દેશી લંગોટ છોડી અંગ્રેજી અંડરવેરને અપનાવી લીધી. પ્રાચીન ભારતી ઓળખ એટલે લંગોટ.જેનો મહત્વ મહાભારત સાથે પણ જોડાયેલો છે.ત્યારે લંગોટ આખરે કેમ અંડરવેરનું રૂપ લીધું.આવા સવાલ તમને પણ થતા હશે.તો આવો જાણીએ કે ભારત કેમ લંગોટને તરછોડી અંડરવેરને અપનાવી લીધી. 

રામાયણ અને મહાભારત સાથે જોડાય છે લંગોટના તાર 
લંગોટ સાથેનો નાતા આપણ આજકાલનો નહીં પણ વર્ષો જુનો છે.પૌરાણીક કાળથી જ ભારતીયો સાથે લંગોટનો પનારો પડી ગયો હતો.લંગોટને ગુપ્તાંગને ઢાંકવા માટે બનાવવામાં આવી હતી.પરંતુ તેને અંડરવેર તરીકે નથી પહેરવામાં આવી.લંગોટ ક્યારથી આપણા જીવનમાં આવી તેનો કોઈ નક્કર પુરાવો નથી.માન્યતાઓ મુજબ રામાયણમાં હનુમાનજી લંગોટ પહેરતા હતા.આ લંગોટ લાલ રંગની હતી.જે બ્રહ્મચાર્ય જીવનની ઓળખ હતી.એટલે જ હનમાન દાદાની પ્રતિમા લાલ રંગની લંગોટ સાથેને જોવા મળે છે.મહાભારતમાં પણ જ્યારે પુત્રને શક્તિશાળી બનાવવા માતા ગાંધારી પુત્ર દુર્યોધનને નિવસ્ત્ર બોલાવે છે.ત્યારે દુર્યોધન પાંદડાની લંગોટ પહેરી માતા સમક્ષ જાય છે.આ દર્શાવે છે રામાયણ અને મહાભારતના સમયે લંગોટની શરૂઆત થઈ ચુકી હતી. 

સિંધુ ઘાટીની સભ્યતામાં જોવા મળ્યો લંગોટનો નવા અવતાર 
લંગોટના કેટલાક પુરાવા સિંધુ ઘાટીની સભ્યતામાં પણ જોવા મળે છે.સિંધુઘાટીના લોકો થોડી લાંબી લંગોટ પહેરતા હતા.જેનો એક છેડો શરૂર સાથે અંગ વસ્ત્રની જેમ બાંધવામાં આવતો હતો.જેથી આખું શરીર ઢંકાઈ જતુ હતું.એટલું જ નહીં પણ સિંધુઘાટીના લોકો ઘેંટાની ઉનમાંથી બનેલી લંગોટ અને પ્રાણીની ચામડીથી બનેલી લંગોટ પણ પહેરતા હતા તેવી માન્યતા છે. 

No description available.

ગુરુ ગોવિંદ સિંહ લાવ્યા હતા આ વસ્ત્ર
૧૬૯૯માં સિખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહ કચ્છા નામની એક નવી વસ્તુથી લોકોને અવગત કર્યા.જેને સિખ ધર્મના ૫ કકારમાંથી એક માનવામાં આવતું હતું.જેની શોધ એટલા માટે કરવામાં આવી હતી કે શિખ લોકો પોતાના અંગોને ઢાંકી શકે.જે માત્ર પુરુષો માટે જ નહીં પણ મહિલાઓ પણ પહેરતી હતી.જેને કપડાના ટુકડાઓને સિવિને બનાવવામાં આવતી હતી.

અંગ્રેજોએ આધુનિક અંડરવેર સાથે કરાવી મુલાકાત 
અંગ્રેજો ભારતમા આવ્યા ત્યારે અનેક વસ્તુઓ સાથે લાવ્યા હતા.જેમાંથી એક હતી બોક્સર શોર્ટ્સ.અંગ્રેજો પોતાની સાથે ઈલાસ્ટિકવાળા બોક્સર શોર્ટસ લાવ્યા હતા.જેને અંડરવેરની જેમ જ પહેરવામાં આવતું હતું.પરંતુ ભારતમાં બીજા વિશ્વયુદ્ધ બાદ લોકોએ બોક્સર શોર્ટ્સમાં રસ દાખવ્યો હતો.અંગ્રેજો માટે લડવા ગયેલા તમામ ભારતીય સૈનિકોને બોક્સર શોર્ટ્સ આપવામાં આવ્યા હતા.જેથી ભારતમાં એક વર્ગ બોક્સર શોર્ટ્સને પહેરવાની શરૂઆત કરી હતી.  

અને ભારતીયોની આદત બની ગઈ અંડરવેર 
૧૯૭૦ના સમયમાં ભારતના લોકો પેન્ટ પહેરવા લાગ્યા હતા.હવે પેન્ટમાં લંગોટ તો પહેરી નહોંતી શકાતી.અને તે મસયે ઉપલ્બંધ બોક્સર પેન્ટમાં ફીટ નહોંતા આવતા.જેથી તેને પેન્ટની અંદર પહેરવા કાપીને નવો આકાર આપવામાં આવ્યો.જેથી ભારતમાં શરૂઆત થઈ અંડરવેરની.અનેક ફિલ્મોમાં અને અનેક ફિલ્મ સ્ટાર્સ અંડરવેરની જાહેરાત કરતા જોવા મળ્યા.જેથી સામાન્ય લોકો અંડરવેર તરફ વળ્યા.અને ભારતમાં શરૂ થયો અન્ડવેરનો યુગ.  

આજે કરોડોનું છે અંડરવેરનું વેપાર 
એક સમય ભારતમાં કોઈ અસ્તીત્વ ન ધરાવનાર અંડરવેરનું ટર્નઓવર આજે કરોડને પાર પહોંચી ગયું છે.વર્ષ 2018માં અંડરવેરનું માર્કેટ 13,848 મિલિયન ડોલરનું ટર્નઓવર હતું.અને દર વર્ષે તેમાં 11 ટકાનો વધારો થાય છે.આ આંકડા બતાવે છે લંગોટ પહેરનારા ભારતીયાઓ આજે કેવીરીતે અંડરવેરને અપનાવી લીધી છે. 

આજે પણ જોવા મળે છે લંગોટનું અસ્તીત્વ 
આજે લંગોટનું ચલણ ઓછું થઈ રહ્યું છે પણ લુપ્ત નથી થઈ.આજે પણ સાધુઓ અને પહેલવાનો લંગોટ પહેરે છે.આ લોકોએ લંગોટના અસ્તીત્વને બચાવી રાખ્યો છે.લંગોટ ભલે સામાન્ય જીવનથી દુર થઈ રહી હોય.પરંતુ આજે પણ લંગોટ આસ્થામાં જીવીત છે. 

ભારતમાં લંગોટથી અંડરવેર સુધીની સફર ઘણી રોચક રહી હતી.સમય સાથે લોકોની જરૂરિયાત બદલાતી રહી.અને તેની સાથે વસ્તુઓના આકાર કદ અને પ્રકાર પણ બદલાતા ગયા.લંગોટથી લોકો અંડરવેર પર આવી ગયા છે.પરંતુ લંગોટનું મહત્વ ઓછું નથી થયું.આજે લંગોટે તેની શાખ જાળવી રાખી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news