Mahatma Gandhi Death Anniversary: મહાત્મા ગાંધીની પુણ્યતિથી, દુનિયામાં આજે પણ બાપુના વિચારો જીવંત

Mahatma Gandhi Death Anniversary: એક સાધારણ શરીરમાં વિરાટ આત્મા માટે સમગ્ર દુનિયા આપણા રાષ્ટ્રપિતાને મહાત્મા તરીકે ઓળખે છે. આજે બાપુની 72મી પુણ્યતિથિ છે.

Mahatma Gandhi Death Anniversary: મહાત્મા ગાંધીની પુણ્યતિથી, દુનિયામાં આજે પણ બાપુના વિચારો જીવંત

નવી દિલ્હી: અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરવા અહિંસક લડત ચલાવી પોતાનું જીવન ન્યોછાવર કરનારા મહાત્મા ગાંધીની આજે પુણ્યતિથિ છે. નથ્થુરામ ગોડસેએ ગોળી મારતાં બાપુ રામ શરણ થયા હતા. દેશ અને દુનિયાને અહિંસાનો અનોખો સંદેશ આપનારા ગાંધી બાપુ આજે ભલે આપણી વચ્ચે સદેહ નથી પરંતુ એમના વિચારો આજે પણ દુનિયામાં જીવંત છે અને લોકોને પ્રેરણા આપી રહ્યા છે. 

ગુજરાતની ધરતી પર જન્મ લેનારા મોહનદાસ કરમચંદ ગાંધીએ આઝાદી માટે એવી આહલેક જગાવી કે દેશવાસીઓ આઝાદીની લડતમાં જોડાયા અને છેવટે અંગ્રેજોની ગુલામીમાંથી છુટકારો મળ્યો, અહિંસક આંદોલન દ્વારા અંગ્રેજોને દેશમાંથી દૂર કર્યા અને ભારત દેશ આઝાદ થયો. પરંતુ દુનિયા જાણે છે કે, 30 જાન્યુઆરી 1948 ના એ ગોઝારા દિવસે નાથૂરામ ગોડસેએ ગોળી મારી બાપુની હત્યા કરી.

નાથૂરામ ગોડસેના ભાઇ ગોપાલ ગોડસેએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, જેલમાં બંધ નાથૂરામ ગોડસેની નજર એકવાર ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધી પર પડી હતી. નાથૂરામે ગાંધીજીની હત્યાથી એમના પરિવાર પર પડેલ દુખ પર ખેદ વ્યક્ત કર્યો હતો. બાદમાં દેવદાસ ગાંધીએ નાથૂરામને પત્ર લખીને જણાવ્યું હતું કે, ભલે તમે બાપુના શરીરની હત્યા કરી હોય પરંતુ એમના વિચારો દુનિયાભરમાં સદાય જીવંત રહેશે. આજે પણ દેશ દુનિયામાં બાપુના વિચારો, એમની સાદગી અને સહનશીલતા આજે પણ યાદગાર છે. 

જાણીતા વિદ્વાન આઇન્સ્ટીને ગાંધીજી અંગે કહ્યું હતું કે, આવનારી પેઢી શાયદ જ ભરોસો કરી શકશે કે હાડ માંસથી બનેલ કોઇ એવી વ્યક્તિ પણ આ ધરતી પર હાલતા ચાલતા હતા. એક સાધારણ શરીરમાં વિરાટ આત્મા માટે સમગ્ર દુનિયા આપણા રાષ્ટ્રપિતાને મહાત્મા તરીકે ઓળખે છે. આજે બાપુની 72મી પુણ્યતિથિ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news