ગુજરાતના અચ્છે દિન ક્યાં ગયા! 157 પાલિકાની તિજોરી ખાલી, વ્યાજે રૂપિયા લઈ કર્મચારીઓના પગાર ચૂકવવાના દિવસો આવ્યા

Gujarat Government Employee Salary : ગુજરાતની 157 પાલિકાઓ પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ કર્મચારીઓને રૂપિયા ચૂકવી શકે, છેલ્લા 2-3 મહિના કર્મચારીને નથી ચુકવાયો પગાર... જનપ્રતિનિધિઓ વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા
 

ગુજરાતના અચ્છે દિન ક્યાં ગયા! 157 પાલિકાની તિજોરી ખાલી, વ્યાજે રૂપિયા લઈ કર્મચારીઓના પગાર ચૂકવવાના દિવસો આવ્યા

Gujarat Nagarpalika : મોટા મોટા ઉદ્યોગોને લ્હાણી, વાઈબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગપતિઓ માટે લાલજાજમ પાથરતી ગુજરાત સરકાર નગરપાલિકાઓનો વહીવટ કરવામાં પાછળ રહી ગઈ છે. હવે સ્થિતિ એવી છે કે, ગુજરાતની પાલિકાઓ પાસે રૂપિયા જ નથી. ગુજરાતમાં કુલ મળીને 157 નગરપાલિકાઓ એવી છે, જેમની તિજારીઓ ખાલી થઈ ગઈ છે. આ નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ એટલી કથળી છે કે, તેમની પાસે કર્મચારીઓને ચૂકવવાના રૂપિયા પણ નથી. 

  • વિકસિત ગુજરાતમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ
  • 157 નગરપાલિકાના કર્મચારીને નથી ચુકવાયો પગાર
  • છેલ્લા 2-3 મહિના કર્મચારીને નથી ચુકવાયો પગાર
  • સફાઈ કામદારથી ચીફ ઓફિસર સુધી નથી ચુકવાયો પગાર
  • 2500 કર્મચારીને પગાર આપવા નથી નાણાં
  • સરકારી કર્મચારીઓએ વ્યાજે નાણાંથી ઉજવી દિવાળી
  • મોટા ભાગની પાલિકાની તિજોરી ખાલીખમ
  • વેરોની આવક ન થતાં પાલિકાની સ્થિતિ કથળી

વાઈબ્રન્ટ ગુજરાત મોડલ ફેલ
જાણીને નવાઈ લાગશે પણ સુખી સંપન્ન કહેવાતા ગુજરાતમાં પણ સરકાર પર મોટું સંકટ આવ્યું છે. વિકાસના નામે દેવાળુ કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ ગઈ છે, સરકાર પાસે કર્મચારીઓને આપવાના પણ રૂપિયા નથી. ગુજરાતની નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી થઈ ગઈ છે. ગુજરાતની અનેક નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાની અણી પણ છે. આ પહેલા નગરપાલિકાઓ લાખોનું લાઈટબિલ ન ચૂકવી શક્તા અંધારપટ છવાયો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હવે ગુજરાતની નગરપાલિકાઓ પાસે કર્મચારીઓને ચૂકવવાના રૂપિયા નથી. આ બાબત ગુજરાત સરકારના અણઘડ વહીવટની સાબિતી આપે છે. 

કઈ કઈ નગરપાલિકાના કર્મચારીઓના પગાર બાકી 
વિરમગામ, ધોળકા, ઈડર, પ્રાંતિજ, તલોદ, જંબુસર, ડભોઈ, બોટાદ, ગઢડા. બારેજા, બાવળા, મહેસાણા, ઉંઝા, વિજાપુર, ખેરાલુ, ખેડા, મહુધા, કઠલાલ, વઢવાણ, 1, ચોટિલા, બીલીમોરા, ગણદેવી, વલસાડ, વાપી, ઉમરગામ, હાલોલ, શહેરા, ગાંધીધામ, અંજાર, રાપર, નખત્રાણા, દ્વારકા, ભાણવડ, સલાયા, કુતિયાણા, માંગરોળ, માણાવદર, વંથલી, વિસાવદર,

વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાતની પાલિકાઓની તિજોરી ખાલી થઈ, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથી

કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર નથી ચૂકવાયો
ગુજરાતમાં 157 નગરપાલિકાઓના સરકારી કર્મચારીઓને ઓગષ્ટ, સપ્ટેમ્બર,નવેમ્બરનો પગાર ચૂકવાયો નથી. ઘણી પાલિકામાં તો જૂન-જૂલાઈથી પગાર અપાયા જ નથી. પાલિકાના ચીફ ઓફિસર, ક્લાર્કથી માંડીને સફાઈ કર્મચારીઓ પગારની રાહ જોઇને બેઠાં છે. માત્ર સરકારી કર્મચારીઓને જ નહીં, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને પણ પગાર ચૂકવાયો નથી. પોરબંદર નગરપાલિકામાં તો ત્રણ મહિના પછી પણ હજુ પગાર અપાયો નથી. ગુજરાતમાં નગરપાલિકાઓમાં કુલ મળીને 2500થી વઘુ કર્મચારીઓએ પગારની રાહ જોઈને બેઠાં છે. પાલિકાઓએ વ્યાજે લઈને કર્મચારીઓનો પગાર ચૂકવ્યો છે. 

જોકે, ગુજરાતની પાલિકાઓની આ સ્થિતિ અનેક સવાલો પેદા કરે છે. જો અત્યારે જ આ હાલત છે તો બાદમાં શું થશે. વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાતની સરકાર કેમ આ મામલે આંખ આડા કાન કરી રહી છે. સરકાર ઓલિમ્પિકની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ પાલિકાઓનો વહીવટ ખાડે ગયો છે તેની સરકારને કોઈ પડી નથી તે સ્પષ્ટ દેખાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news