શિવસેનાના નેતા રાજ્યપાલને મળશે, ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની કરશે માગ
સૂત્રો પ્રમાણે શિવસેનાના નેતા કાલે સાંજે 5 કલાકે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે મુલાકાત કરશે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ખુરશી માટે માટે ચાલી રહેલી રાજતીય ખેંચતાણમાં ગતિ આવી છે. સૂત્રો પ્રમાણે શિવસેનાના નેતા કાલે સાંજે 5 કલાકે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે મુલાકાત કરશે અને ભાજપને સરકાર માટે આમંત્રણ આપવાની માગ કરશે. સૂત્રોનું કહેવું છે કે શિવસેના વધુ એક રાજકીય દાવ ચાલી રહી છે જેમાં પાર્ટી ઈચ્છે છે કે પહેલા ભાજપ સરકાર બનાવવાના તમામ પ્રયત્ન કરે જેથી બાદમાં શિવસેના માટે સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ શકે. સાથે તે પણ સંદેશ જશે કે શિવસેના જાણી-જોઈને એનસીપી-કોંગ્રેસનો સાથ લઈ રહી નથી પરંતુ રાજ્યને સરકાર આપવા માટે આમ કરવું જરૂરી છે.
મહારાષ્ટ્રમાં સરકારની રચનાના સંકટ વચ્ચે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને મળવા દિલ્હી જઈ રહ્યાં છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ વિશે માહિતી આપશે. સાથે આવનારા દિવસોમાં શું નિર્ણય લેવામાં આવે તેના પર વિચાર-વિમર્શન કરશે. સૂત્રો પ્રમાણે ફડણવીસ કેન્દ્ર સરકારને વરસાદથી પ્રભાવિત ખેડૂતોને રાહત આપવા માટે વધુ આર્થિક મદદની માગ કરી શકે છે. આ પહેલા ફડણવીસે રવિવારે કહ્યું હતું કે, રાજ્ય સરકારે પાક ખરાબ હોવા પર ખેડૂતોને 10 હજાર કરોડની આર્થિક મદદ આપી છે. સરકાર ખેડૂતો સાથે છે અને તેને મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
શરદ પવાર કરશે સોનિયા ગાંધી સાથે મુલાકાત
આવતીકાલ (4 નવેમ્બર)એ એનસીપી પ્રમુખ શરદ પવાર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે પવાર આ મુલાકાતમાં મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ વિશે ગાંધી સાથે ચર્ચા કરશે. મહારાષ્ટ્રમાં સત્તા માટે ખેંચતાણ ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ આ જોવા મળે તેવી શક્યતા છે.
આ પહેલા આજે શિવસેનાએ 170 ધારાસભ્યના સમર્થનનો દાવો કર્યો હતો. સંજય રાઉતે દાવો કર્યો કે મહારાષ્ટ્રની જનતાની સામે તેની પાર્ટીના સીએમ શપથ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના એનસીપીના સંપર્કમાં છે. પરંતુ એનસીપી નેતા અજીત પવારે સંજય રાઉત સાથે કોઈ વાતચીત થયાનો ઇનકાર કર્યો છે પરંતુ તેમની પાર્ટીના નેતાએ કહ્યું કે, જો શિવસેના કહે છે કે તેનો મુખ્યમંત્રી બનશે તો તે શક્ય છે.
જુઓ Live TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે