અમદાવાદ : આજના દિવસે ટ્રાફીક પોલીસને થઇ લાખોની કમાણી, આંકડો જાણી આંખો થઇ જશે પહોળી

ટ્રાફીક પોલીસ દ્વારા ડ્રાઇવ યોજીને નિયમોને ખીચ્ચામાં લઇને ફરવાનો ફાંકો લઇને ફરતા અમદાવાદીઓને કાયદાનો પરિચય અપાયો હતો

અમદાવાદ : આજના દિવસે ટ્રાફીક પોલીસને થઇ લાખોની કમાણી, આંકડો જાણી આંખો થઇ જશે પહોળી

ઉદય રંજન/અમદાવાદ : શહેર ટ્રાફિક પોલીસે બે દિવસની ડ્રાઈવ દરમિયાન 19 લાખ કરતા વધુનો દંડ વસુલ કર્યો છે. દંડની રકમ જોતા એક વાત તો સ્પષ્ટ થાય છે, કે અમદાવાદીઓ હજી પણ ટ્રાફિકના નિયમોનુ પાલન કરવામાં ઉદાશીનતા રાખી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે, ટ્રાફિક પોલીસ પાસે મેમો બુક જુની છે જેમાં દંડની રકમ ઓછી છે, પરંતુ દંડની વસુલાત નવા નિયમો મુજબ થાય છે. જેના કારણે વાહન ચાલકો સાથે પોલીસનુ ઘર્ષણ થાય છે. 

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મોટર વિહકલ એક્ટના નવા કાયદાના અમલીકરણ માટે તારીખ 1 અને 2 નવેમ્બરના રોજ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા પોલીસે 19.04 લાખ નો માતબર દંડ વસુલ્યો છે. પોલીસે હેલ્મેટ, પીયુસી, લાયસન્સ, સીટ બેલ્ટ જેવા નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકો પાસેથી દંડની વસુલાત કરી છે. ટ્રાફિક પોલીસે યોજેલી ડ્રાઈવ દરમિયાન પોલીસે 1 તારીખે 9.42 લાખ અને 2 નવેમ્બરના રોજ 9.62 લાખનો દંડ વસુલ્યો છે. જોકે હજી પણ વાહન ચાલકો નિયમોનુ પાલન ન કરતા હોવાનુ પોલીસના ધ્યાને આવ્યુ છે, અને જ્યારે આવા વાહનચાલકોને રોકવામાં આવે છે ત્યારે તેઓ હમેંશા બહાના બતાવતા નજરે ચડે છે.

સરકારે મોટર વિહિકલ  એક્ટમા ફેરફાર કરી નવા કાયદાનો અમલ તો શરૂ કરાવી દીધો, પરંતુ તેની પુર્વ તૈયારી કરવામાં આવી ન હતી. જેના કારણે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સાથે લોકો ઘર્ષણ કરી રહ્યા છે. ખાસ કરીને જે વાહનચાલકોને રોકવામાં આવે છે. અને તેમને દંડની રસીદ આપવામાં આવે છે તે જુની છે. જુની મેમો બુકમાં દંડની રકમ ઓછી લખેલી છે પરંતુ પોલીસ વધુ દંડ વસુલ કરતી હોવાનો લોકો આક્ષેપ કરે છે. અને જેથી સ્થળ પર હાજર રહેલા પોલીસ કર્મીઓને વિવાદમાં આવવુ પડતુ હોય છે.. પરંતુ અધિકારીના કહેવા પ્રમાણે થોડા જ સમયમાં નવી મેમો બુક આવી જશે.  

એક તરફ પોલીસે નવા દંડની વસુલાત તો શરૂ કરી દીધી છે અને માત્ર બે દિવસમાં સરકારી ખજાનામાં 19 લાખ કરતા વધુ દંડ એકઠો કરવામાં આવ્યો છે. પરંતુ પોલીસ પોતાની જ ફરજમાં બેદરકાર હોય તેવી હકિકત સામે આવી છે. ત્યારે જોવુ એ રહ્યુ છે નવા દંડની માહિતી સાથેની નવી મેમો બુક પોલીસ કર્મચારીઓને ક્યારે મળે છે. અને બીજી તરફ વાહન ચાલકો નિયમોનુ પાલન ક્યાર થી અને કેવી રીતે કરે છે તે જોવુ રહ્યુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news