Maharashtra Political Crisis: 'દરરોજ ધમકીઓ મળી રહી છે, અમારા જીવને ખતરો', શિંદે જૂથની સુપ્રીમ કોર્ટમાં અરજી
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રનો રાજકીય સંઘર્ષ અત્યારે અટકે તેમ લાગતું નથી. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના નેતા એકનાથ શિંદે મોરચા પર ઉભા છે. ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ તેવર દેખાડી રહ્યા છે. આ વચ્ચે મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપની એન્ટ્રી થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 15 બળવાખોર ધારાસભ્યોને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે.
Trending Photos
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકીય ડ્રામામાં ભાજપની એન્ટ્રી થઈ ગઈ છે. કેન્દ્રની ભાજપ સરકારે શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. ત્યારે મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ઠાકરે અને શિંદે સમર્થક સમર્થન અને વિરોધમાં નારા લગાવી રહ્યા છે. ગુવાહાટીમાં હાજર શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ઉભેલા ધારાસભ્યોને અયોગ્ય ગણાવવા માટે કોર્ટ જવાની તૈયારીમાં છે. આ સંબંધમાં શિંદે જૂથની એક બેઠક પણ થઈ જેમાં કાયદાકીય રણનીતિ વિશે વિચાર વિમર્શ કરવામાં આવ્યું.
શિંદે જૂથનો દાવો- એકથી 2 ધારાસભ્યો હજુ આવશે
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે એજન્સીને કહ્યું કે, એકથી બે ધારાસભ્ય વધુ અમારી સાથે જોડાશે. તેમનું સમર્થન અને અન્ય સ્વતંત્ર ઉમેદવારો સાથે અમારી તાકાત વધી 51 થઈ જશે. અમે 3-4 દિવસની અંદર એક નિર્ણય પર પહોંચશું અને ત્યારબાદ મહારાષ્ટ્ર પરત ફરશું. તેમણે વધુમાં કહ્યું કે, શિંદે જૂથના ધારાસભ્ય કોઈપણ સમયે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવા માટે તૈયાર છે, પરંતુ પ્રાથમિકતા એકનાથ શિંદે જૂથને આપવામાં આવે. અમે એમવીએ સરકાર સાથે નહીં જઈએ.
અરજી દાખલ કરનાર બળવાખોર ધારાસભ્ય
ભાારત ગોગાવાલે, પ્રકાશ રાજારામ સુર્વે, તન્હાજી જયવંત સાવંત, મહેશ સંભાજીરાજે શિંદે, અબ્દુલ સત્તાર, સંદીપન આસારામ ભુમરે, સંજય પાંડુરંગ સિરશસતી, યામિની યશવંત જાધવ, અનિલ કલજેરાવ બાબર, લતબાઈ ચંદ્રકાન્ત સોનવણે, રમેશ નાનાસાહેબ બોર્નારે, સંજય ભાસ્કર રાયમુલકરી, ચિમનરાવ રૂપચંદ પાટિલ, બાલાજી દેવીદાસરાવ કલ્યાણકર, બાલાજી પ્રહલાદ કિનિલકર.
સુપ્રીમ કોર્ટમાં લિસ્ટેડ થઈ શિંદે જૂથની અરજી
શિંદે જૂથના ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીને સુનાવણી માટે સૂચીબદ્ધ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ પહોંચ્યા શિંદે જૂથના ધારાસભ્ય
એકનાથ શિંદે અને 15 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. શિંદે જૂથ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં ધારાસભ્યોએ કહ્યું કે, શિવસેના ધારાસભ્ય દળના બે તૃતિયાંશથી વધારે સભ્યો અમારા સમર્થનમાં છે. આ તથ્ય સંપૂર્ણ રીતે જાણતા હોવા છતાં ડેપ્યુટી સ્પીકરે 21 જૂનના પાર્ટીના ધારાસભ્ય દળના નવા નેતા નિયુક્ત કર્યા છે. અરજીમાં ડેપ્યુટી સ્પીકરની નોટીસને સંપૂર્ણ રીતે ગેરકાનૂની અને મનસ્વી ગણાવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નોટીસ બાદ તેમને અને તેમના સહયોગીઓને રોજ ધમકીઓ મળી રહી છે. તેમના જીવન પર ખતરો છે. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે બીજા પક્ષે ન માત્ર તેમના ઘર/પરિવારના સભ્યોની સુરક્ષા પાછી ખેંચી લીધી છે, પરંતુ વારંવાર પાર્ટી કાર્યકર્તાઓને ભડકાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજીકર્તાના કેટલાક સહયોગીઓની સંપત્તિઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેમના જીવનને ગંભીર ખતરો છે.
રાજ્યપાલે કેન્દ્રીય ગૃહ સચિવને લખ્યો પત્ર
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કેશ્યરીએ કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખ્યો છે. તેમણે મહારાષ્ટ્રના બળવાખોર 47 ધારાસભ્યો અને તેમના પરિવારને સુરક્ષા આપવા માટે કેન્દ્રીય સુરક્ષા દળોની જોગવાઈ કરવાની અપીલ કરી છે. રાજ્યપાલ પહેલા જ મહારાષ્ટ્રના ડીજીપીથી યોગ્ય પોલીસ સુરક્ષા આપવા માટે કહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે તમામ ધારાસભ્યોને પહેલાથી જ સીઆરપીએફની સુરક્ષા આપવામાં આવી રહી છે.
શિંદે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું, તરત સુનાવણી સંભવ
મહારાષ્ટ્રનો રાજકીય સંગ્રામ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ થઈ છે. અરજીમાં બળવાખોર ધારાસભ્યોએ અયોગ્યતાની કાર્યવાહી શરૂ કરવા સામે પડકાર ફેંક્યો છે. બીજી અરજીમાં વિધાનસભામાં શિંદેની જગ્યાએ અન્ય કોઈ ધારાસભ્યને શિવસેના ધારાસભ્ય દળના નેતા અને મુખ્ય દંડક બનાવવાને પણ પડકાર ફેંક્યો છે. એટલે કે ડેપ્યુટી સ્પીકરના અધિકાર ક્ષેત્રના અતિક્રમણને મુદ્દો બનાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે જૂથે તેમની અરજીની નકલ પ્રતિવાદી મહારાષ્ટ્ર સરકારને મોકલી દીધી છે. જેથી કોર્ટમાં નોટિસનો સમય બચી શકે. આ મામલે સુપ્રીમ કોર્ટ આવતીકાલ સવારે 10.30 કલાકે વેકેશન બેંચ અને રજિસ્ટ્રાર સામે તાત્કાલિક સુનાવણીનો ઉલ્લેખ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
હમ શરીફ ક્યા હુએ, દુનિયા બદમાશ હો ગઈ- આદિત્ય ઠાકરે
યુવા સેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આદિત્ય ઠાકરેએ યુવા સેનાના પદાધિકારીઓને સંબોધિત કરતા કહ્યું કે અસલી તાકાત શિવસૈનિક છે. જે લોકો મારી ગાડીમાં બેસતા હતા, તે પણ જતા રહ્યા. આ જે પરિસ્થિતિ અમારી ઉપર આવી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે બિમાર છે. આજે જો બાળાસાહેબ ઠાકરે કે આનંદ દિઘે હોત અને એમની સામે એમણે આ કર્યું હોત તો એમને એમની જ ભાષામાં સમજાવ્યા હોત. મને એક ડાયલોગ યાદ આવી રહ્યો છે, દિલવાલે ફિલ્મનો કે, હમ શરીફ ક્યા હુએ, દુનિયા બદમાશ હો ગઈ. હું તો રસ્તા પર ઉતરી રહ્યો છું પરંતુ તમે પણ ઘરે ઘરે જઈને તેમની સચ્ચાઈ લોકો સુધી પહોંચાડો.
બળવાખોર ધારાસભ્યની સંખ્યા વધીને 48 થઈ
શિવસેનાના વધુ એક ધારાસભ્ય ઉદય સામંત ગુવાહાટીની હોટલ રેડિસન બ્લૂ પહોંચી ગયા છે. ત્યારબાદ હવે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા વધીને 48 થઈ ગઈ છે. તેમાંથી 39 ધારાસભ્ય શિવસેનાના છે તો 9 ધારાસભ્ય સ્વતંત્ર છે.
ઉદય સામંત ગુવાહાટી પહોંચ્યા
શિવસેનાના વધુ એક ધારાસભ્ય ઉદય સામંત ગુવાહાટી એરપોર્ટ પહોંચ્યા. થોડીવારમાં સામંત હોટલ રેડિસન બ્લૂ પહોંચી જશે.
સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને કહ્યું જીવતી લાશ
શિવસેના નેતા સંજય રાઉતની ધારાસભ્યો પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, જે 40 લોકો ત્યાં છે, તે જીવતી લાશ છે. અહીં માત્ર તેમના શરીર પાછા આવશે, તેમની આત્મા ત્યાં મરી ગઈ હશે. જ્યારે આ 40 લોકો અહીંથી બહાર નીકળશે, ત્યારે તેમનું દિલ જીવતું નહીં હોય, તેમને ખબર છે કે અહીં જે આગ લાગી છે તેનું પરિણામ શું હોઈ શકે છે.
મોટાભાગના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સાથે
ઉદ્ધવ ઠાકરે સાથે વિધાનસભાથી કેબિનેટ મંત્રી તરીકે માત્ર આદિત્ય ઠાકરે બચ્યા છે. આ ઉપરાંત વધુ બે મંત્રી સુભાષ દેસાઈ અને અનિલ પરબ છે. બંને વિધાનસભાના સભ્ય છે. અન્ય એક કેબિનેટ મંત્રી શંકરરાવ ગડખ ક્રાંતિકારી શેતકારી પક્ષ પાર્ટીથી છે.
એકનાથ શિંદે સાથે આ મંત્રી
એકનાથ શિંદે, દાદા ભુસે, ગુલાબરાવ પાટિલ, સંદીપન ભુમરે, અદય સામંત. જોકે, ઉદય સામંત હાલ ગુવાહાટીના રસ્તાઓ પર છે. આ ઉપરાંત રાજ્ય મંત્રી શંભૂરાજ દેસાઈ, અબ્દુલ સત્તારી, રાજેન્દ્ર પાટિલ યેદ્રાવકર, બચ્ચૂ કડૂ (પ્રહાર જનશક્તિ) પણ તેમની સાથે છે.
બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચ્યા આસામના બે મંત્રી
ગુવાહાટીની હોટલમાં રોકાયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે આસામના બે મંત્રીઓએ મુલાકાત કરી છે. આસામના મંત્રી અશોક સિંઘલ અને પીયૂષ હઝારિકા રવિવારે હોટલ રેડિસન બ્લૂ પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે વાતચીત કરી.
રાજ્યપાલ કોશ્યરીએ શિંદે જૂથના ધારાસભ્યોને સુરક્ષા આપવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીએ એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોને સુરક્ષા આપવાના આદેશ કર્યા છે. કોશ્યરીએ મુંબઇના સીપી અને મહારાષ્ટ્ર ડીજીપીને પત્ર લખી આ સંબંધમાં આદેશ આપ્યા છે.
શિવસેનાના વધુ એક ધારાસભ્ય ઉદય સાવંત શિંદે જૂથમાં થશે સામેલ
શિવસેનાના વધુ એક ધારાસભ્ય ઉદય સામંત શિંદે જૂથમાં સામેલ થવા માટે મુંબઇથી ગુવાહાટી માટે રવાના થઈ ગયા છે. ઉદય સામંત મહારાષ્ટ્રમાં મંત્રી છે. છેલ્લા થોડા દિવસથી તેઓ આદિત્ય અને ઉદ્ધવની સાથે બેઠક કરતા જોવા મળ્યા હતા. ઉદયને આદિત્ય ઠાકરેના નજીકના મંત્રી કહેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર સરકારના 8 મંત્રી શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે