Hanuman Chalisa Controversy: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાની સાથે જ નવનીત રાણાએ CM ઉદ્ધવ ઠાકરેને પડકાર્યા

 અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા આજે લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા. હોસ્પિટલમાંથી બહાર આવતા જ તેમણે કહ્યું કે હનુમાન ચાલીસ વાંચવા માટે હું 14 દિવસ તો શું 14 વર્ષ જેલમાં રહેવા તૈયાર છું. હોસ્પિટલમાંથી તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં હનુમાન ચાલીસા જોવા મળી. 

Hanuman Chalisa Controversy: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાની સાથે જ નવનીત રાણાએ CM ઉદ્ધવ ઠાકરેને પડકાર્યા

Maharashtra News: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ અઝાન,લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા મુદ્દે ભારે હંગામો ચાલી રહ્યો છે. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા આજે લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા. હોસ્પિટલમાંથી બહાર આવતા જ તેમણે કહ્યું કે હનુમાન ચાલીસા વાંચવા માટે હું 14 દિવસ તો શું 14 વર્ષ જેલમાં રહેવા તૈયાર છું. હોસ્પિટલમાંથી તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં હનુમાન ચાલીસા જોવા મળી. 

સીએમ ઉદ્ધવ ઠાકરેને પડકાર્યા
હોસ્પિટલમાંથી બહાર આવતાની સાથે જ નવનીત રાણાએ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો અને કહ્યું કે 'તેઓ મહારાષ્ટ્રની કોઈ પણ બેઠક પરથી મારી સામે ચૂંટણી લડીને બતાવે.' આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આવનારી સ્થાનિક ચૂંટણીમાં તેઓ પૂરેપૂરી તાકાતથી જનતા વચ્ચે જશે. સરકાર સામે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે કોર્ટના આદેશનું સન્માન કરીશ પરંતુ સરકારે મારા પર જે અત્યાચાર કર્યા છે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવીશ. મહારાષ્ટ્રની જનતા ઉદ્ધવ ઠાકરેને જણાવશે કે હનુમાન ચાલીસા અને રામનું નામ લેનારા લોકોને પરેશાન કરવાનું પરિણામ શું આવે છે. 

Hanuman Chalisa Controversy: नवनीत राणा ने दिया CM ठाकरे को चैलेंज, कहा- मेरे सामने चुनाव लड़कर दिखाएं

નવનીત રાણાએ એમ પણ કહ્યું કે તેમની સાથે જેલમાં દુર્વ્યવહાર થયો. ઉદ્ધવ સરકારને આડે  હાથ લેતા તેમણે કહ્યું કે હું મહારાષ્ટ્રની ઠાકરે સરકારને સવાલ કરું છું કે મે એવો તે શું ગુનો કર્યો જેની મને સજા આપવામાં આવી. જો હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને રામનું નામ લેવું એ ગુનો છે તો હું 14 દિવસ નહીં પરંતુ 14 વર્ષ સુધી જેલમાં રહી શકુ છું. ઠાકરે સરકાર એક મહિલાનો અવાજ નહીં દબાવી શકે. તેમણે એમ પણ કહ્યું કે અમારી લડત ભગવાનના નામની લડત છે. જે આગળ ચાલુ રહેશે. મારા પર ક્રૂર કાર્યવાહી કરાઈ. ઉદ્ધવ ઠાકરેએ સત્તાનો દુરઉપયોગ કર્યો. જેલમાં ટોર્ચર કરવામાં આવી. મારા ઉપર ગમે તેટલા સંકટ આવે  પણ હું સંકટ મોચનનું નામ લેવાનું બંધ નહીં કરું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news