મહારાષ્ટ્ર સરકારે Corona Vaccination પર લગાવી રોક, 19 જાન્યુઆરીએ લેશે નિર્ણય
મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ (Coronavirus) સામે ચાલી રહેલા વેક્સીનેશન અભિયાનને બે દિવસ માટે અટકાવ્યું છે. વેક્સીનેશન અભિયાન (Vaccination Campaign) પર 18 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્રમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ (Coronavirus) સામે ચાલી રહેલા વેક્સીનેશન અભિયાનને બે દિવસ માટે અટકાવ્યું છે. વેક્સીનેશન અભિયાન (Vaccination Campaign) પર 18 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્રમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, CoWin એપમાં તકનીકી સમસ્યાઓના કારણે આ કાર્યક્રમ પર રોક લગાવી છે.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ કહ્યું કે CoWin એપમાં કેટલીક તકનીકી ખામી સર્જાઈ છે, જેને સુધારવી પડશે. આ રવિવાર અને સોમવારે રાજ્યમાં કોરોના વેક્સીન આપવામાં આવશે નહીં. તેમને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે, 19 જાન્યુઆરીથી વેક્સીનેશન ફરી શરૂ થશે, તો તેના પર સુરેશ કાકાનીએ કહ્યું કે, હજુ કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી અને હવે પછી વધુ જાણકારી શેર કરવામાં આવશે.
આ પણ વાંચો:- Vaccination પહેલા દિવસે લોકોએ લીધી વેક્સીન, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વાયરસના અંતની શરૂઆત
BMCના અનુસાર પહેલા દિવસે વેક્સીનેશન અભિયાનને શરૂ કરતા સમયે CoWin એપમાં કેટલીક તકનીકી સમસ્યાઓ સર્જાઈ હતી. વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઇએ કે, દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાનની શરૂઆત શનિવાર કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, વેક્સીનેશન અભિયાનના પહેલા દિવસે દેશમાં 1.91 લાખ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, વેક્સીનેશન માટે 3,351 સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ વેક્સીનેશન સેન્ટર પર 16,755 લોકો ડ્યૂટી કરી રહ્યાં છે. મહારાષ્ટ્રની વાત કરીએ કો, અહીં 285 સેન્ટર્સ પર કોરોનાની વેક્સીન શનિવારથી લગાવવાની શરી થઈ. મહારાષ્ટ્રમાં શનિવારના લગભગ 28 હજાર 500 હેલ્થવર્કરને વેક્સીન લગાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે