વાજપેયીજી સાથે જે બાળક છે તેની ઓળખાણ પડી?, અત્યારે એક મોટા રાજ્યના છે મુખ્યમંત્રી 

અટલ બિહારી વાપજેયી એક એવા લોકપ્રિય નેતા હતાં કે જેમનું તો વિરોધીઓ પણ સન્માન કરતા હતાં. પક્ષવાદી રાજનીતિથી ઉપર હતાં. અહીં એક તસવીર રજુ કરી છે જેમાં અટલ બિહારી વાજપેયી એક બાળક સાથે જોવા મળી રહ્યાં છે. તમે જાણો છો આ બાળક કોણ છે

વાજપેયીજી સાથે જે બાળક છે તેની ઓળખાણ પડી?, અત્યારે એક મોટા રાજ્યના છે મુખ્યમંત્રી 

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનુંમ લાંબી બિમારી બાદ ગુરુવારે સાંજે 5.05 વાગે એમ્સમાં નિધન થયું. તેમના અંતિમ સંસ્કાર શુક્રવારે સ્મૃતિ સ્થળ પર કરવામાં આવ્યાં. અટલ બિહારી વાપજેયી એક એવા લોકપ્રિય નેતા હતાં કે જેમનું તો વિરોધીઓ પણ સન્માન કરતા હતાં. પક્ષવાદી રાજનીતિથી ઉપર હતાં. અહીં એક તસવીર રજુ કરી છે જેમાં અટલ બિહારી વાજપેયી એક બાળક સાથે જોવા મળી રહ્યાં છે. તમે જાણો છો આ બાળક કોણ છે. તસવીરમાં જે બાળક જોવા મળી રહ્યો છે તે હાલ એક રાજ્યનો સીએમ છે. આ બાળક છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નિધન બાદ દેવેન્દ્ર ફડણવીસે આ તસવીર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. તેમણે લખ્યું કે બાળપણથી લઈને હાલના દિવસોમાં તેમના આવાસ ભ્રમણ સુધી પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી સાથે કેટલીક ખુબસુરત યાદો છે. ફડણવીસે લખ્યું કે સૌથી પહેલા તેઓ અટલ બિહારી વાજપેયીને ભાજપના નેતા પ્રમોદ મહાજન સાથે મળ્યા હતાં. 

અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ શારીરિક રીતે ભલે આપણી સાથે ન હોય પરંતુ તેમની વિચારધારા હંમેશા અમારું માર્ગદર્શન કરતી રહેશે. મારા માટે તો આ વ્યક્તિગત રીતે પણ નુકસાન છે. મને વિશ્વાસ છે કે આપણે હંમેશા તેમની વિચારધારાથી પ્રેરણા મેળવતા રહીશું. 

નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાનનું 93 વર્ષની વયે એમ્સમાં નિધન થયું હતું. તેઓ લગભગ બે મહિનાથી એમ્સમાં દાખલ હતાં. બુધવારે તેમની તબિયત વધુ બગડી ગઈ હતી. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં હતાં. ત્યારબાદ પીએમ, મંત્રીઓ અને નેતાઓ તેમને મળવા માટે એમ્સ પહોંચ્યા હતાં. ગુરુવારે તેમનું એમ્સમાં જ સાંજે 5.05 વાગે નિધન થયું હતું. દેશમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news