Maharashtra: પદોની વહેંચણી પર ખેંચતાણ, હવે દિલ્હીમાં નક્કી થશે સ્પીકરનું નામ

44 બેઠકોવાળી કોંગ્રેસ હવે ડેપ્યુટી સીએમ પદ ઈચ્છે છે તો આ ગઠબંધનની બીજી મોટી પાર્ટી 54 સીટ વાળી એનસીપી છે જે પોતાનો દાવો છોડવા તૈયાર નથી. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસનું કહેવું  છે કે તેને એક પોર્ટફોલિયો ઓછો મળશે તો ચાલશે પરંતુ ડેપ્યુટી સીએમ પદ તેમને જ જોઈએ છે.

Maharashtra: પદોની વહેંચણી પર ખેંચતાણ, હવે દિલ્હીમાં નક્કી થશે સ્પીકરનું નામ

મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માં ત્રણેય પક્ષોની સરકાર ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના નેતૃત્વમાં બની તો ગઈ છે પરંતુ હજુ પદોની વહેંચણી મુદ્દે ખેંચતાણ ચાલુ જ છે. વિધાનસભાનું સ્પીકર પદ કોંગ્રેસને મળશે એ તો નક્કી થઈ ગયું પરંતુ સ્પીકર કોણ હશે તે મોટો પ્રશ્ન બની ગયો છે અને હવે તેનો ઉકેલ દિલ્હીમાં આવશે. સ્પીકર પદ માટે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના નામ દિલ્હી હાઈ કમાન્ડને મોકલવામાં આવ્યાં છે. એક ડિસેમ્બરના રોજ વિધાનસભાના સ્પીકર પદની ચૂંટણી થશે પરંતુ તે અગાઉ 30 નવેમ્બરે સવારે 10 વાગ્યા સુધીમાં સ્પીકર પદ માટે નામ મોકલવાનું છે. આવામાં કોંગ્રેસ (Congress) કાલે સવારે નિર્ણય લેશે. એટલે કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદ ફાળવણી પર સહમતિ તો બની ગયી છે પરંતુ હજુ ડેપ્યુટી સીએમ પદ એનસીપીને મળશે તેવો દાવો પાર્ટી નેતા કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ તરફથી ડેપ્યુટી સીએમ પર હજુ પણ ખેંચતાણ ચાલુ છે. 

સ્પીકર અને ડેપ્યુટી સીએમ પદ માટે એનસીપીમાં પણ બેઠકનો દોર ચાલુ હતો. આ બાજુ અજિત પવાર પણ શરદ પવાર (Sharad Pawar) ના ઘરે સિલ્વર ઓકમાં બેઠક કરતા જોવા મળ્યા હતાં. શુક્રવાર સાંજ થતા તો અજિત પવારે મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો કે ડેપ્યુટી સીએમ પદ એનસીપીને જ મળશે. સ્પીકર પદ માટે કોંગ્રેસે 3 નામ દિલ્હી મોકલ્યા છે. સ્પીકર પદ માટે કોંગ્રેસના ઉમેદવારની પસંદગી દિલ્હીમાં થશે. વિધાનસભા સમાપ્ત થયા બાદ જ મંત્રીમંડળનો વિસ્તાર થશે. 

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે સાંજે 6.40 વાગે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. 24 કલાક પસાર થઈ જવા છતાં ત્રણેય પક્ષોમાં પદોને લઈને પેચ ફસાયેલો છે. બેઠકોનો દોર ચાલુ છે. પરંતુ હજુ સુધી સહમતિ બની નથી. હવે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ પર સહમતિ બની છે પરંતુ ડેપ્યુટી સીએમ પદ પર પેચ ફસાયેલો છે. 

જુઓ LIVE TV

44 બેઠકોવાળી કોંગ્રેસ હવે ડેપ્યુટી સીએમ પદ ઈચ્છે છે તો આ ગઠબંધનની બીજી મોટી પાર્ટી 54 સીટ વાળી એનસીપી છે જે પોતાનો દાવો છોડવા તૈયાર નથી. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસનું કહેવું  છે કે તેને એક પોર્ટફોલિયો ઓછો મળશે તો ચાલશે પરંતુ ડેપ્યુટી સીએમ પદ તેમને જ જોઈએ છે. આ જ કારણ છે કે ગુરુવારે શપથગ્રહણ સમયે ડેપ્યુટી સીએમ પર કોઈ નિર્ણય લેવાયો નથી. 56 બેઠકોવાળી શિવસેના મુખ્યમંત્રી પદ લઈને સરકારનું નેતૃત્વ કરી રહી છે. સત્તાનું રિમોટ કંટ્રોલ હવે શરદ પવારના હાથમાં છે. તેમની પાર્ટી એનસીપીને ડેપ્યુટી સીએમ પદ માટે કોંગ્રેસ સાથે બેઠક કરવી પડી રહી છે. મંત્રીમંડળ વિસ્તાર બાદ જ મંત્રીઓના વિભાગની ફાળવણીની જાહેરાત શક્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news