મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારની અગ્નિપરિક્ષા, વિધાનસભામાં આજે સાબિત કરવાનો છે બહુમત
ઉદ્ધવ સરકારની આજે પ્રથમ પરીક્ષા છે. આજે બપોરે બે વાગે ઉદ્ધવ સરકારને પોતાનો બહુમા સાબિત કરવાનો છે. શિવસેના (Shiv Sena) -એનસીપી (NCP)- કોંગ્રેસ (congress)વાળી સત્તારૂઢ 'મહા વિકાસ અઘાડી'નો દાવો છે કે તેની પાસે 170 ધારાસભ્યોને દાવો છે. મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં બહુમતનો આંકડો 145 છે.
Trending Photos
મુંબઇ: ઉદ્ધવ સરકારની આજે પ્રથમ પરીક્ષા છે. આજે બપોરે બે વાગે ઉદ્ધવ સરકારને પોતાનો બહુમા સાબિત કરવાનો છે. શિવસેના (Shiv Sena) -એનસીપી (NCP)- કોંગ્રેસ (congress)વાળી સત્તારૂઢ 'મહા વિકાસ અઘાડી'નો દાવો છે કે તેની પાસે 170 ધારાસભ્યોને દાવો છે. મહારાષ્ટ્ર (Maharashtra)વિધાનસભામાં બહુમતનો આંકડો 145 છે.
તમને જણાવી દઇએ કે ઉદ્ધવ સરકારના બહુમત સાબિત કરતાં, નવા અધ્યક્ષનું સિલેક્શન, વિરોધી પક્ષ નેતાની જાહેરાત અને રાજ્યપાલના અભિભાષણ માટે વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.
શું થશે આજે વિધાનસભામાં?
શનિવારે બપોરે બે વાગે વિધાનસભાના સદનની કાર્યવાહી શરૂ થશે. સદનમાં સૌથી પહેલાં પ્રોટેમ સ્પીકરના નામની જાહેરાત થશે. પ્રોટેમ સ્પીકરના આદેશ બાદ શિવસેનાની ઉદ્ધવ ઠાકરે સરકારની કેબિનેટમાં શપથ લઇ ચૂકેલા નવા મંત્રીઓનો આજે પહેલા સદનમાં પરિચય કરાવવામાં આવશે.
ત્યારબાદ શનિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) શિવસેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સદનમાં વિશ્વાસનો મત રજૂ કરશે. નવા પ્રોટેમ સ્પીકરની અધ્યક્ષતામાં વિધાનસભાના સદનમાં શિવસેના સરકારના વિશ્વાસ મત પર મતદાન કરશે. આ સાથે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકારને વિધાનસભાના સદનમાં પોતાનો બહુમત સાબિત કરવો પડશે.
દિલીપ વાલ્સે- પાટિલ હશે પ્રોટેમ સ્પીકર
એનસીપીના વરિષ્ઠ નેતા દિલીપ વાલ્સે-પાટિલ મહારાષ્ટ્ર વિધાનસભાના અસ્થાયી અધ્યક્ષ (પ્રો-ટેમ સ્પીકર) હશે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપતાં કહ્યું કે દિલીપ વાલ્સે શનિવારે બુલાવવામાં આવેલા સદનના વિશેષ સત્રની અધ્યક્ષતા કરશે.
આ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાક્રે શુક્રવારે બપોરે 'મંત્રાલય'માં ઔપચારિત રીતે કાર્યભાર સંભાળી લીધો. રાજ્ય સરકારના મુખ્યાલય પહોંચેલા ઠાકરે, તેમની પત્ની રશ્મી, પરિવારના કેટલાક સભ્યો, પુત્ર આદિત્ય અને અન્ય લોકોએ સૌથી પહેલાં શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ સ્મારકને સંયુકત મહારાષ્ટ્ર આંદોલનમાં જીવન કુરબાન કરનારની યાદમાં બનાવવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ મંત્રાલયના નજીક સ્મારક પર જઇને પુષ્પાંજલિ અર્પિત કરી.
પછી તેમણે મંત્રાલયની અંદર બી.આર.આંબેડકર છત્રપતિ શિવાજી મહારાજ તથા બીજા ઐતિહાસિક વ્યક્તિઓને પુષ્પાંજલિ અર્પિત કરી. ઠાકરે સાથે તેમના મંત્રીમંડળના છ સહયોગી-શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઇ, એનસીપીના જયંત પાટિલ અને છગન ભુજબળ અને કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ અને નિતિન રાઉતે પોતાના સંબંધિત કાર્યાલયોમાં કાર્યભાર સંભાળ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે