ભારતમાં ફસાયેલા વિદેશીઓની વિઝા માન્યતાને આ તારીખ સુધી લંબાવાઇ, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ
ભારતમાં ફસાયેલા આવા વિદેશી નાગરિકોના ભારતીય વિઝા (Indian visa) કે રોકાણની અવધિને માન્ય ગણવામાં આવશે. જે 31.08.2021 સુધી કોઈ ઓવરસ્ટે પેનલ્ટી વિના નિઃશૂલ્ક રીતે માન્ય ગણાશે.
Trending Photos
નવી દિલ્હી: માર્ચ 2020થી કોવિડ-19 મહામારી (COVID-19 pandemic) ના કારણે સામાન્ય વાણિજ્યિક ફ્લાઈટ સંચાલન ઉપલબ્ધ ન હોવાના કારણે, માન્ય ભારતીય વિઝા (Indian visa) પર માર્ચ 2020 અગાઉ ભારત આવેલા અનેક વિદેશી નાગરિક ભારતમાં ફસાયા હતા. એવા વિદેશી નાગરિકોને લોકડાઉનના કારણે ભારતમાં પોતાના વિઝાની સમયમર્યાદા વધારવામાં થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MAH)એ 29.06.2020ના રોજ એક આદેશ જારી કર્યો હતો.
જેમાં જણાવાયું હતું કે ભારતીય વિઝા (Indian visa) કે રોકાણની અવધિ નિર્ધારિત છે. જેમાં 30.06.2021ના રોજ સમાપ્ત થનારા આવા વિદેશી નાગરિકોના વિઝાની મર્યાદાને સામાન્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સંચાલન ફરી શરૂ થવાની તારીખથી વધુ 30 દિવસ સુધી નિઃશૂલ્ક આધાર પર માન્ય ગણવામાં આવશે. જો કે, આવા વિદેશી નાગરિકો મહિનાના હિસાબે પોતાના વિઝાના વિસ્તાર કે રોકાણની અવધિ માટે અરજી કરી રહ્યા છે.
સામાન્ય વાણિજ્યિક ફ્લાઈટ સંચાલનને ફરીથી શરૂ ન કરવાની સ્થિતિમાં આ અંગે હવે એમએચએ દ્વારા ફેરવિચારણા કરવામાં આવી છે અને એ અનુસાર આ નિર્ણય લેવાયો છે કે ભારતમાં ફસાયેલા આવા વિદેશી નાગરિકોના ભારતીય વિઝા (Indian visa) કે રોકાણની અવધિને માન્ય ગણવામાં આવશે. જે 31.08.2021 સુધી કોઈ ઓવરસ્ટે પેનલ્ટી વિના નિઃશૂલ્ક રીતે માન્ય ગણાશે.
આ વિદેશી નાગરિકોએ પોતાના વિઝાની મર્યાદા વધારવા માટે સંબંધિત એફઆરઆરઓ/એફઆરઓને કોઈ અરજી કરવાની આવશ્યક્તા રહેશે નહીં. આવા વિદેશી નાગરિકો દેશની બહાર નીકળતા પહેલા સંબંધિત એફઆરઆરઓ/એફઆરઓને બહાર નીકળવાની અનુમતિ માટે અરજી કરી શકે છે, જે કોઈપણ ઓવરસ્ટે પેનલ્ટી વિના નિઃશૂલ્ક પ્રદાન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે