લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને બનશે ભારતીય સેનાના નવા અધ્યક્ષ
જનરલ બિપિન રાવત(Gen. Bipin Rawat) ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(Chief of Defence Staff) પદ માટેના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. સરકાર આ અઠવાડિયે જ તેની જાહેરાત કરે તેવી સંભાવના છે.
Trending Photos
નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને(Lt. General Manoj Mukund Naravane) ભારતના આગામી સેનાધ્યક્ષ(Army Chief) બનશે. લેફ્ટનન્ટ જનરલ નરવાને અત્યારે સેનાના નાયબ સેનાધ્યક્ષ છે. તેઓ 31 ડિસેમ્બરના રોજ જનરલ બિપિન રાવત(Bipin Rawat) પાસેથી સેનાની કમાન સંભાળશે. જનરલ નરવાને 20 વર્ષમાં સિખ લાઈટ ઈન્ફાન્ટરીના ત્રીજા સેનાધ્યક્ષ હશે. આ અગાઉ જનરલ વેદ પ્રકાશ મલિક અને જનરલ બિક્રમ સિંહ આ જ રેજિમેન્ટમાંથી સેનાધ્યક્ષ બની ચુક્યા છે.
હવે ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (Chief of Defence Staff- CDS) કોણ બનશે એ જોવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ વર્ષે પ્રજાસત્તાક દિને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવાની જાહેરાત કરી હતી. કારગિલ યુદ્ધ પછી સારા તાલમેલ માટે ત્રણેય સેનાઓનો એક વડો બનાવવાની ભલામણ કરાઈ હતી. આ અંગે બનાવાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે.
Lieutenant General Manoj Mukund Naravane will be the 28th Chief of Army Staff and will succeed General Bipin Rawat on December 31. Once he takes over, chiefs of all the three services would be from the 56th course of NDA. https://t.co/aBTV2fEH1G pic.twitter.com/ZcO3Ie86Jm
— ANI (@ANI) December 16, 2019
અત્યારે જનરલ બિપિન રાવત(Bipin Rawat) ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(Chief of Defence Staff) પદ માટેના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. સરકાર આ અઠવાડિયે જ તેની જાહેરાત કરે તેવી સંભાવના છે.
લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાની ઉપલબ્ધીઓઃ
1. લેફ્ટનન્ટ જનરલ નરવાનેને સેનાની પૂર્વ કમાનની કમાન સંભાળવાનો અનુભવ છે. જે ભારતની ચીન સાથેની લગભગ 4000 કિમીની સરહદની દેખરેખ રાખે છે.
2. જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં આતંકવાદ વિરોધી વાતાવરણ વચ્ચે પોતાની 37 વર્ષની સેવામાં લેફ્ટનન્ટ જનરલ નરવાનેએ શાંતિ, ક્ષેત્ર અને સક્રિયતા સાથે અનેક કમાન્ડમાં વિવિધ પદ પર જવાબદારીપૂર્ણ કામ કર્યું છે.
3. મનોજ મુકુંદ નરવાનેએ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયન અને પૂર્વ મોરચા પર ઈન્ફાન્ટરી બ્રિગેડની કમાન પણ સંભાળી છે.
4. લેફ્ટનન્ટ જનરલ મુકુંદ નરવાને શ્રીલંકામાં ભારતની શાંતિ સેનામાં પણ જોડાયા હતા. આ ઉપરાંત તેમણે 3 વર્ષ સુધી મયાંમારમાં ભારતીય દૂતાવાસમાં ભારતની સુરક્ષાના ટ્રેઈનર તરીકે પણ કામ કર્યું છે.
5. જનરલ મનોજ મુકુંદને જન્મુ-કાશ્મીરમાં પોતાની બટાલિયનની કમાન અસરકારક રીતે સંભાળવા માટે સેના પદક પણ મળી ચૂક્યું છે. તેમને નાગાલેન્ડમાં અસમ રાઈફલ્સ(ઉત્તર)ના મહાનિરીક્ષક તરીકે ઉલ્લેખનીય સેવા માટે 'વિશિષ્ટ સેવા પદક' અને પ્રતિષ્ઠિત સ્ટ્રાઈક કોરની કમાન સંભાળવા માટે 'અતિવિશિષ્ટ સેવા પદક' મળી ચુક્યું છે. આ સાથે જ તેમને 'પરમ વિશિષ્ટ સેવા પદક' પણ મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે