BJPએ નાગરિકતા કાયદા વિરુદ્ધના આંદોલનને ખતમ કરવાનો તોડ શોધી કાઢ્યો, ખાસ જાણો 

નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ દેશભરમાં અનેક ઠેકાણે થઈ રહેલી હિંસક ઘટનાઓને જોતા ભાજપે તત્કાળ પ્રભાવથી આ અંગે લોકજાગૃતિ અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાજપ (BJP) ના ટોચના નેતૃત્વએ કાર્યકરોને ગામડે ગામડે, શહેર-શહેરમાં જઈને કાયદા અંગે લોકોને જણાવવાનું કહ્યું છે. આ અંગે પાર્ટીએ તમામ પ્રદેશ શાખાઓને નિર્દેશ પાઠવ્યાં છે. 
BJPએ નાગરિકતા કાયદા વિરુદ્ધના આંદોલનને ખતમ કરવાનો તોડ શોધી કાઢ્યો, ખાસ જાણો 

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ દેશભરમાં અનેક ઠેકાણે થઈ રહેલી હિંસક ઘટનાઓને જોતા ભાજપે તત્કાળ પ્રભાવથી આ અંગે લોકજાગૃતિ અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાજપ (BJP) ના ટોચના નેતૃત્વએ કાર્યકરોને ગામડે ગામડે, શહેર-શહેરમાં જઈને કાયદા અંગે લોકોને જણાવવાનું કહ્યું છે. આ અંગે પાર્ટીએ તમામ પ્રદેશ શાખાઓને નિર્દેશ પાઠવ્યાં છે. 

'CAA મુસ્લિમો વિરુદ્ધ નથી'
ભાજપ (BJP) ના નેતૃત્વએ પ્રદેશ શાખાઓને પાઠવેલા નિર્દેશમાં કહ્યું છે કે જનતાને જઈને  બતાવો કે નાગરિકતા સંશોધન કાયદો (CAA) કોઈ પણ નાગરિકના અધિકારોને છીનવતો નથી. પરંતુ તે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક સતામણીના શિકાર થઈને શરણે આવેલા હિન્દુઓ, બૌદ્ધો, શીખ, ખ્રિસ્તી, જૈન અને પારસીઓને નાગરિકતાનો અધિકાર આપ છે. તે મુસ્લિમ કે કોઈ ધર્મ વિરુદ્ધ નથી. 

જિલ્લા સ્તરે હેન્ડલ કરાશે સંપૂર્ણ અભિયાન
જાગરૂકતા અભિયાન અગાઉ રાજ્ય અને જિલ્લા મુખ્યમથકો પર એક દિવસનો કેમ્પ લગાવીને કાર્યકરોને કાયદાની તમામ જોગવાઈઓ અંગે જણાવવાનું કહેવાયુ છે. પાર્ટીએ કાર્યકરોની જાણકારી માટે આવા સવાલોના જવાબ તૈયાર કરીને મોકલ્યા છે, જેને લઈને વિપક્ષ ઘેરાબંધીની કોશિશ કરી રહ્યો છે. 

ભાજપ (BJP)ના સૂત્રોનું કહેવું છે કે જે પ્રકારે આ  કાયદાના વિરોધમાં દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હિંસક ઘટનાઓ થઈ રહી છે તેનાથી પાર્ટીને લાગે છે કે વિપક્ષ જનતાને ભડકાવી રહ્યો છે. આથી વિપક્ષના દાવાઓને એન્કાઉન્ટર કરવા માટે લોકો સુધી પહોંચવાની તૈયારી થઈ રહી છે. 

જુઓ LIVE TV

પાર્ટી કાર્યકરો જનતાના સવાલના આપશે જવાબ
બિલ કેમ લાવવામાં આવ્યું, કોના માટે લાવવામાં આવ્યું, તેનો લાભ કોને અને કેવી રીતે મળશે, શું આ કાયદો બંધારણની વિરુદ્ધ છે, શું આ કાયદો મુસ્લિમોની વિરુદ્ધમાં છે, આવા તમામ સવાલોના જવાબ પાર્ટીના કાર્યકરો જનતાને આપશે. ભાજપે આ અભિયાનને તત્કાળ પ્રભાવથી ચલાવવાનું કહ્યું છે. રાજ્ય અને જિલ્લા શાખાઓ પોતાના સ્તરથી કાર્યકરોને તાલિમ આપીને જાગરૂકતા અભિયાનનો કાર્યક્રમ નક્કી કરશે. 

ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદા પર અમે તથ્યોની સાથે જનતા પાસે જઈ રહ્યાં છીએ. કોંગ્રેસ અને કેટલીક વિપક્ષી પાર્ટીઓ જનતાને ગુમરાહ કરીને હિન્દુસ્તાનન હિંસા તરફ ધકેલવા માંગે છે. પરંતુ અમે એવું થવા દઈશું નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news