લોકસભા-2019: મમતા બેનરજીની બાયોપિક 'બાઘિની' મુદ્દે ભાજપ પહોંચ્યું ચૂંટણી પંચ

ભારતીય જનતા પાર્ટીએ આગામી 3 મેના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ 'બાઘિની' પર પ્રતિબંધ મુકવાની ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે, જેની સામે બાઘિની ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું છે કે, આ ફિલ્મ માત્ર મમતા બેનરજી પરથી પ્રેરિત છે અને તેને લોકસભા ચૂંટણી 2019 સાથે કોઈ જ લેવા-દેવા નથી 

લોકસભા-2019: મમતા બેનરજીની બાયોપિક 'બાઘિની' મુદ્દે ભાજપ પહોંચ્યું ચૂંટણી પંચ

કોલકાતાઃ ભારતીય જનતા પાર્ટીએ બુધવારે ચૂંટણી પંચને મમતા બેનરજીના જીવન પર બનેલી ફિલ્મ 'બાઘિની'ના પ્રદર્શન પર રોક લગાવવા માટે લેખિતમાં ફરિયાદ કરી છે. ભાજપના પશ્ચિમ બંગાળના નાયબ પ્રમુખ જોય પ્રકાશ મજુમદારે ચૂંટણી પંચને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, "જેવી રીતે પીએમ મોદીના જીવન પર બનેલી ફિલ્મની રિલીઝ પહેલા ચૂંટણી પંચે તેની સમીક્ષા કરી હતી, તેવી જ રીતે મમતા બેનરજી પર બનેલી 'બાઘિની' ફિલ્મની પણ ચૂંટણી પંચે સમીક્ષા કરવી જોઈએ."

બંગાળી ભાષામાં બનેલી ફિલ્મ 'બાઘિની' 3 મેના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે જણાવ્યું કે, આ ફિલ્મ મમતા બેનરજીના જીવન સંઘર્ષ પર બનાવવામાં આવી છે અને તેને લોકસભા ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. ફિલ્મના સ્ક્રિપ્ટ લેખક અને નિર્માતા પિન્કી પાલે મંગળવારે ઝી ન્યૂઝને જણાવ્યું કે, "અમે આ ફિલ્મનું શૂટિંગ 2016માં શરૂ કરી દીધું હતું. કેટલાક એડિટીંગ અને ગ્રાફિક્સને કારણે તેમાં સમય વધુ લાગ્યો છે અને પરિણામે જ ફિલ્મ મોડી રીલીઝ થઈ રહી છે."

જોકે, ભાજપે ચૂંટણી પંચને લખ્યું છે કે, જે પીરેત વિવેક ઓબેરોય અભિનીત પીએમ મોદી પરની ફિલ્મની ચૂંટણી પંચે સમીક્ષા કરી હતી, તેવી જ રીતે તેણે આ ફિલ્મની પણ સમીક્ષા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ અનુપમ ખેર અભિનીત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર લખેલા પુસ્તક આધારિત એક ફિલ્મ 'ધ એક્સિડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પણ રીલીઝ થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી પર બનેલી વિવેક ઓબેરોય અભિનીત ફિલ્મને રિલીઝ થતી રોકવા માટે તમામ વિરોધ પક્ષ એક્ઠા થયા હતા અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news