પાઘડી બાંધી બોલ્યો વિરાટ કોહલી, 'સત શ્રી અકાલ'

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આજે ટ્વીટર પર પોતાનો લુક શેર કર્યો છે. વિરાટ પંજાબી લુકમાં દેખાઈ રહ્યો છે અને તેણે માથા પર પાઘડી, પઠાણી સૂટ અને કાળા કલરના પંજાબી જૂતા પહેર્યા છે.

પાઘડી બાંધી બોલ્યો વિરાટ કોહલી, 'સત શ્રી અકાલ'

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આજે ટ્વીટર પર પોતાનો લુક શેર કર્યો છે. વિરાટ પંજાબી લુકમાં દેખાઈ રહ્યો છે અને તેણે માથા પર પાઘડી, પઠાણી સૂટ અને કાળા કલરના પંજાબી જૂતા પહેર્યા છે. વિરાટે જમણાં ગાથમાં કડું પણ પહેર્યું છે. ગુલાબી પાઘડી પહેરીને વિરાટ આ તસ્વીરમાં હાથ જોડીને ઉભો છે અને તેણે તસ્વીરની સાથે 'બધાને સત શ્રી અકાલ' લખીને અભિનંદન કર્યાં છે. 

વિરાટનો આ નવો લુક ટ્વીટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આ તસ્વીરને 20 હજાર કરતા પણ લોકોએ લાઇક કરી છે તો હજારોની સંખ્યામાં તેના ફેન્સ રીટ્વીટ કરી રહ્યાં છે. મહત્વનું છે કે, વિરાટ આ દિવસોમાં આઈપીએલમાં વ્યસ્ત છે. તે પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં વિરાટની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. 

— Virat Kohli (@imVkohli) April 17, 2019

આરસીબીની ટીમે અત્યાર સુધી 8 મેચ રમી છે અને તેણે 7 મેચોમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આરસીબીને એક માત્ર જીત કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ મળી હતી. આ સિઝનમાં વિરાટની ટીમનું પ્લેઓફમાં પહોંચવું લગભગ મુશ્કેલ લાગી રહ્યું છે. 

આઈપીએલ બાદ વિરાટ કોહલીની નજર ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વિશ્વકપ પર છે. હાલમાં ભારતની વિશ્વકપની ટીમની જાહેરાત કરી દીધી છે અને વિરાટની આગેવાનીમાં પસંદગીકારોએ 15 સભ્યોની ટીમ પસંદ કરી છે. વિરાટ કોહલી પોતાના કરિયરમાં ત્રીજી વખત વિશ્વકપ રમશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news